[weather_data]
Breaking News
TRENDING NEWS

BREAKING NEWS : પંચમહાલની હાલોલ GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ, દિવાલ ધરાશાયી થતાં 4 બાળકોના મોત

[updated_date] [post_views]

Table of Content

ગોધરા : ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે.ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં છે તો કેટલીક જગ્યાએ દિવાલ ધરાશાયી થવાના બનાવો પણ સામે આવી રહ્યાં છે.ત્યારે પંચમહાલ જિલ્લાની હાલોલ GIDCમાં મોટી દુર્ગટના સર્જાઈ છે. જેમાં ચાર બાળકો મોતન ભેટ્યાં છે.જ્યારે 2 મહિલા સહિત ચાર લોકોને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.હાલ સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાંથી દિવાલ,મકાનો અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજે પંચમહાલ જિલ્લમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે.જેમાં હાલોલ GIDCમાં દિવાલ ધરાશાયી થતા 8 લોકો દટાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાલોલ GIDCમાં દિવાલ ધરાશાયી થતા 8 લોકો દટાયા

મળતી માહિતી મુજબ પંચમહાલની હાલોલ GIDCમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.જેમાં GIDCમાં દિવાલ ધરાશાયી થતા 8 લોકો દટાયા છે.જ્યારે આ ઘટનામાં 4 બાળકોના મોત થયા હોવાની વિગતો પણ સામે આવી છે.જ્યારે આ ઘટનામાં 2 મહિલા સહિત અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

મોટી સંખ્યામાં આસપાસના લોકો દોડી આવ્યા હતા

જાણકારી મુજબ હાલોલ GIDCમાં આવેલ એક કંપનીની દિવાલ ધરાશાયી થતાં કાટમાળની નીચે 8 લોકો દટાયા હતા.ઘટનાને પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

શ્રમિકો મધ્યપ્રદેશથી હાલોલ કામ કરવા આવ્યા હતા

બીજી તરફ આ ઘટનાની જાણ થતાની સાથે હાલોલ પોલીસની ટીમ પણ જીઆઈડીસી ખાતે દોડી આવી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં શ્રમિકો મધ્યપ્રદેશથી હાલોલ કામ કરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles