ED કરશે હવે GST ગુનાઓની તપાસ, મનીલોન્ડરિંગ એક્ટ હેઠળ થશે કાર્યવાહી

83

કેન્દ્ર સરકારે GST ગુનાઓની તપાસ ED દ્વારા મની લોન્ડરિંગ તરીકે કરાવવાનો નિર્ણય કર્યો છે.શનિવારે મોડી રાત્રે નાણાં મંત્રાલય દ્વારા આ અંગેની સૂચના જારી કરવામાં આવી હતી.આ પછી હવે ED GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) સંબંધિત મામલાઓમાં સીધો હસ્તક્ષેપ કરી શકશે.જો જરૂર પડે, તો કેન્દ્રીય એજન્સી GST નેટવર્ક પાસેથી સંપૂર્ણ ડેટા માંગી શકે છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ GST નેટવર્ક લવાયું

સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કેન્દ્રના આ નિર્ણય બાદ હવે ED GST અનિયમિતતામાં સંડોવાયેલા વેપારીઓ,ઉદ્યોગપતિઓ અને પેઢીઓ સામે કાર્યવાહી કરી શકશે.આ સાથે GST કલેક્શનમાં અનિયમિતતાઓને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે કારણ કે ED મની લોન્ડરિંગના સ્વરૂપમાં GST ગુનાઓની તપાસ કરવામાં સક્ષમ હશે.

ટેક્સ ચેરી અને હેરાફેરી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે

સરકારના આ નિર્ણય બાદ હવે ટેક્સ ચોરી અને દસ્તાવેજો ખોટા બનાવનારાઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે.આ સિવાય GST હેઠળના ગુનાઓ જેમ કે નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ,નકલી ઇનવોઇસ વગેરેને PMLA એક્ટમાં સામેલ કરવામાં આવશે. જાણકારોનું માનવું છે કે સરકારે નકલી બિલિંગ દ્વારા કરચોરી રોકવા માટે આ નિર્ણય લીધો છે.PMLA કેન્દ્ર સરકાર દ્વારા 2005માં લાગુ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા માટે, કેન્દ્ર સરકારે 2022માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 લાવ્યો હતો,જેનો હેતુ કાળા નાણાને સફેદમાં ફેરવવાની પદ્ધતિઓને રોકવાનો છે.આ કાયદો મનમોહન સિંહ સરકારે 2005માં લાગુ કર્યો હતો.જો કે, સમય સમય પર તેમાં સુધારો કરવામાં આવ્યો હતો,જેમાં કેન્દ્રીય એજન્સીની સત્તાઓ વધી હતી.

PMLA EDને મજબૂત બનાવે છે

પીએમએલએ હેઠળ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આરોપીની ધરપકડ કરવા,તેની સંપત્તિ જપ્ત કરવા,ધરપકડ પછી જામીન મેળવવા માટેની કડક શરતો અને તપાસ અધિકારી સમક્ષ નોંધાયેલ નિવેદનને કોર્ટમાં શક્તિશાળી પુરાવા તરીકે સ્વીકારવા જેવા નિયમો તેને બનાવવાની સત્તા છે.

Share Now