સુરત : સુરત પોલીસમાં એક આશ્ચર્યજનક ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.સુરતના અલથાણ પોલીસમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં 3 ગલુડિયાઓ ખોવાયા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.મહત્વનું છે કે, સુરતનુ એક જીવદયા પ્રેમી દંપત્તિ રોજ ગલુડિયાઓ અને સ્ટ્રીટ ડોગને ખાવાનું ખવડાવતા હતા.સ્ટ્રીટ ડોગના મોત બાદ ત્રણ ગલુડીયા અટવાયા હતા.ગલુડિયાઓ ન દેખાતા દંપત્તિ અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા પહોંચ્યું હતું.
દંપત્તિનો આક્ષેપ હતો કે સ્થાનીકમાં દુકાન ચલાવતાઓએ ગલુડીયાને અન્ય સ્થળ પર છુપાવ્યા હતા.જેને લઈને ફરિયાદી કાપડિયા પરિવાર પોલીસ પાસે મદદ માંગવા પહોંચ્યું હતું.જોકે, પહેલા તો અલથાણ પોલીસે ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. પરંતુ બાદમાં ભાજપ સાંસદ મેનકા ગાંધી સાથે વાતચીત થયા બાદ 3 ગલુડિયાની નિસિનગ રિપોર્ટ દાખલ કરવામાં આવી અને પોલીસે ત્રણેયને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.સામાન્ય રીતે ગુનેગારની પાછળ દોડતી પોલીસ ગલુડીયાની શોધખોળમાં લાગી ગઈ હતી.
ફરિયાદના આધારે પોલીસે સ્થાનિક દુકાનદાર ગૌરવ તારાચંદ કાસટ અને અન્ય એક યુવતીની અટકાયત કરી હતી.પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે તેમણે ત્રણ ગલુડીયાને અજ્ઞાત સ્થળે છોડી દીધા હતા.બાદમાં પોલીસ 3 ગલુડિયાને હેમખેમ શોધી કાઢવામાં આવ્યા હતા.જ્યારે હજુ પણ એક ગલુડિયાની શોધખોળ ચાલી રહી છે.