નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૬૯૮૯૦ લોકોએ વ્યકિતગત આવકવેરામાં ૧ કરોડથી વધુ આવક દર્શાવી

60

– વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૧૪૪૪૬ કરોડપતિ કરદાતા હતા
– મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧.૯૮ કરોડ, ઉત્તરપ્રદેશમાં ૭૫.૭૨ લાખ, ગુજરાતમાં ૭૫.૬૨ લાખ રિટર્ન

વર્ષમાં એક કરોડથી વધુની આવક ધરાવતા વ્યકિતગત કરદાતાઓની સંખ્યા છેલ્લા ૨ વર્ષમાં માર્ચ ૨૦૨૨ સુધીમાં બમણી વધીને ૧.૬૯ લાખ થઇ ગઇ છે.આંકલન વર્ષ ૨૦૨૨-૨૩ના કર રિર્ટનના આંકડા અનુસાર કુલ ૧૬૯૮૯૦ લોકોએ વર્ષમાં પોતાવી આવક ૧ કરોડ કરતા વધારે દર્શાવી છે.આ પહેલા વર્ષ ૨૦૨૧-૨૨માં આ સંખ્યા ૧૧૪૪૪૬ની હતી.વ્યકિતગત એકમોમાં કરદાતાની કંપની,ફર્મ અને સંસ્થાનો સમાવેશ થાય છે.

એસેસમેન્ટ યર ૨૦૨૨-૨૩માં ભરવામાં આવેલા આઇટીઆરની સંખ્યા ૭.૭૮ કરોડ હતી જે વર્ષ ૨૦૨૧-૨૨માં ૭.૧૪ અને ૨૦૨૧-૨૧માં ૭.૩૯ કરોડ હતી.રાજયવાર જોઇએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧.૯૮ કરોડ,ઉત્તરપ્રદેશમાં ૭૫.૭૨ લાખ,ગુજરાતમાં ૭૫.૬૨ લાખ અને રાજસ્થાનમાં ૫૦.૮૮ લાખ,પશ્ચિમ બંગાળ ૪૭.૯૩ લાખ,તમિલનાડુમાં ૪૭.૯૧ લાખ,કર્ણાટકમાં ૪૨.૮૨ લાખ.આંધ્રપ્રદેશમાં ૪૦.૦૯ લાખ અને દિલ્હીમાં ૩૯.૯૯ લાખ આવકવેરા રિટર્ન જમા થયા છે.જે કંપનીઓને અને લોકોએ ખાતાને ઓડિટ કરાવવા જરુરી છે તેમના માટે આર્થિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે આવકવેરા રિટર્ન ફાઇલની તારીખ ૩૧ ઓકટોબર નિર્ધારિત કરવામાં આવી છે.

Share Now