બગદાદ,તા.9 ઓગસ્ટ 2023,બુધવાર : ઈરાકની સરકારે સમલૈંગિકતાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. દેશના મીડિયા પર નિયંત્રણ રાખતી એજન્સીએ હવે દેશના અખબારો પર આ શબ્દનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
બુધવારે આ માટેનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.જેમાં કહેવાયુ હતુ કે, તમામ મીડિયા હાઉસ સમલૈંગિકતાની જગ્યાએ સેક્યુઅસલ ડેવિએન્સ…શબ્દનો ઉપયોગ કરશે.આ ઉપરાંત જેન્ડર…શબ્દ પર પણ બેન મુકી દેવામાં આવ્યો છે.આ નિયમનો ભંગ કરનારા મીડિયા કે અખબારને દંડ ભરવો પડશે.જોકે દંડ કયા પ્રકારનો હશે તે નક્કી કરવામાં આવ્યુ નથી.સમલૈંગકિતાને લઈને દુનિયાાં ઘણો વિવાદ છે.દુનિયાના 60 થી વધારે દેશોમાં સમલૈગિતાને અપરાધ ગણવામાં આવે છે.જ્યારે 130 દેશોમાં તેને કાયદાકીય માન્યતા આપવામાં આવી છે.
ઈરાકે બે દિવસ પહેલા જ ટેલિગ્રામ એપને દેશમાં સસ્પેન્ડ કરી દીધી છે.જોકે આ માટે સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનુ કારણ આગળ ધર્યુ છે.સરકારનુ કહેવુ છે કે, યુઝર્સના વ્યક્તિગત ડેટાની સુરક્ષાને લઈને એપને બ્લોક કરવામાં આવી છે.