– વિવિધ ડેપ્યુટી કમિશ્નર, રેસિડેન્ટ એડિશનલ કલેકટર, એડિશનલ ડાયરેક્ટર, ડેપ્યુટી કલેકટર વગેરે જેવા અધિકારીઓનો સમાવેશ
– રાજ્યમાં હાલ બઢતી બદલીનો દોર ચાલી રહ્યો છે
રાજ્યમાં હાલ બઢતી બદલીનો દોર ચાલી રહ્યો છે ત્યારે GAS કેડરના 20 અધિકારીઓને બઢતી અપાઈ છે જેમાં વિવિધ ડેપ્યુટી કમિશ્નર,રેસિડેન્ટ એડિશનલ કલેકટર,એડિશનલ ડાયરેક્ટર,ડેપ્યુટી કલેકટર વગેરે જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ અધિકારીઓને બઢતી અપાઈ
રાજ્યમાં GAS કેડરના 20 અધિકારીઓને બઢતી અપાઈ છે જેમાં અધિકારી એ.જે.ગામીત,એસ.કે.પટેલ,એન.એફ.ચૌધરી,એચ.પી.પટેલ,જે.કે.જાદવ,ડી.કે.પંડ્યા,ડી.કે.બ્રહ્મભટ્ટ,એમ.પી.પંડ્યા,આર.વી.વાળા.આર.વી.વ્યાસ,એન.ડી.પરમાર. આર.એન.કુચારા,આર.પી.પટેલ,સી.બી.ગણાત્રા,સી.એ.ગાંધી,બી.એન.પટેલ,એ.કે.જોષી.કે.એસ.ઝાલા,વી.કે.જાદવ,વી.જી.પટેલને બઢતી અપાઇ છે.