નવી દિલ્હી : ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા દર વર્ષે મેડલ ફોર એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશન જાહેર કરવામાં આવે છે.કેન્દ્ર સરકારે મેડલ ફોર એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશન જાહેર કરવામાં આવ્યા છે,જેમાં ગુજરાતના છ પોલીસ અધિકારીઓ (Police Officer)ને ઉત્તમ કામગીરી બદલ ઉત્કૃષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.
SP સુનિલ જોષી, DCP સુશીલ રવિન્દ્ર અગ્રવાલ, DyCP વિરભદ્રસિંહ મહિપતસિંહ જાડેજા,ઇન્સ્પેક્ટર સરદારસિંહ જીવાભાઈ બારિયા,ઇન્સ્પેક્ટર હરદિપ સિંહ પ્રતાપસિંહ ઝાલા,નિખિલ રમેશચંદ્ર બ્રહ્મભટ્ટને ગૃહમંત્રાલય દ્વારા ચંદ્રક આપી સન્માનિત કરાયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીની મંજૂરી સાથે ઉપરોક્ત તમામ અધિકારીઓને યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સેલન્સ ઇન થી નવાજવામાં આવ્યા છે.
દેશમાં 140 પોલીસ કર્મચારીઓને એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશન મેડલ આપવામાં આવ્યા
દેશનાં અલગ અલગ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના 140 પોલીસ કર્મચારીઓને ‘તપાસમાં શ્રેષ્ઠતા’ (મેડલ ફોર એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશન ) માટે વર્ષ 2023 માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.ઉલ્લેખનિય છે કે, પાછલા વર્ષે ગુજરાતના 6 પોલીસ તેમજ 2 CBIના અધિકારીને મેડલ ફોર એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશનનું સન્માન આપવામાં આવ્યું હતું.તો દેશભરના 151 પોલીસ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.