લગ્ન અંગે લોકોના અનેક અરમાન હોય છે.કારણ કે લગ્ન બાદ બે લોકોના જીવન સમૂળગા બદલાઈ જાય છે.બંને સાથે જીવવા મરવાના કસમ ખાય છે અને જીવનની નવી શરૂઆત કરે છે.પરંતુ ક્યારેક ક્યારેક કોઈ માટે લગ્ન ડિઝાસ્ટર પણ સાબિત થતા હોય છે.આવું જ કઈક એક મૌલવી સાથે થયું.હકીકતમાં આફ્રીકાના એક મૌલવીએ અનેક અરમાનો સાથે ધૂમધામથી નિકાહ કર્યા પરંતુ લગ્નના બે સપ્તાહ બાદ પત્નીની જે સચ્ચાઈ સામે આવી તેમના તો હોશ ઉડી ગયા. 27 વર્ષના શેખ મોહમ્મદ મુતુમ્બા જે મસ્જિદના મૌલવી પણ છે.તેમણે તેમના એક સંબંધીએ દેખાડેલી છોકરી સાથે લગ્ન કર્યા અને લગ્નમાં તેણે સાસરીયા પક્ષને બે બકરી,બે બોરી ખાંડ,એક પેટી મીઠું અને એક કુરાનનું પુસ્તક પણ આપ્યું.લગ્ન બાદ શેખ તેમની બેગમને લઈને જ્યારે ઘરે આવ્યા તો તેમની પત્નીએ તેમને તેના કપડાંને અડવા દીધા જ નહીં.આવામાં શેખને લાગ્યું કે કદાચ તે શરમાઈ રહી છે.આમ કરતા કરતા બે અઠવાડિયા વીતી ગયા.
પછી થયો ખુલાસો
લગ્નના બે અઠવાડિયા બાદ ખુલાસો થયો કે શેખ મોહમ્મદના પત્ની અસલમાં એક પુરુષ છે.આ જાણ્યા બાદ શેખ મોહમ્મદ સ્તબ્ધ થઈ ગયા અને હોશ ઉડી ગયા.ખુલાસા બાદ શેખ મોહમ્મદને મસ્જિદની ડ્યૂટીથી પણ સસ્પેન્ડ કરી દેવાયા.શેખ મોહમ્મદનું કહેવું છે કે તેમને તેમની પત્ની પુરુષ હોવાની ગંધ સુદ્ધા ન આવી.શેખ મોહમ્મદના જણાવ્યાં મુજબ લગ્નના બે અઠવાડિયા બાદ પણ પત્ની તેનાથી અંતર જાળવી રાખતી હતી.તેને લાગ્યું કે કદાચ નવા લગ્ન થયા છે તો તે શરમાતી હશે.પરંતુ સચ્ચાઈ કઈ બીજી હતી.
આ રીતે ખુલ્યું રાઝ
શેખ મોહમ્મદની પત્ની એક પુરુષ છે તેનો ખુલાસો પણ એકદમ રસપ્રદ અંદાજમાં થયો.હકીકતમાં શેખ મોહમ્મદની પત્ની એક નિકાહ સમારોહમાં ચોરી કરતા પકડાઈ.આ દરમિયાન જ્યારે પોલીસે તેની તલાશી માટે તેને સ્પર્શ કર્યો કરતો ખબર પડી કે અસલમાં તે મહિલા નહીં પરંતુ પુરુષ છે.આ ખુલાસા બાદ પત્નીએ જણાવ્યું કે તેણે અવાજ બદલીને મૌલવી શેખ મોહમ્મદ સાથે લગ્ન કર્યા અને તેનો ઈરાદો શેખ મોહમ્મદને લૂંટવાનો હતો.પરંતુ તેને તક મળે તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો. બાદમાં આ સમગ્ર મામલે પોલીસે શેખ મોહમ્મદના સંબંધીની પણ ધરપકડ કરી.જો કે તેનું કહેવું છે કે તેને આ અંગે કોઈ જાણકારી નથી.