ભોપાલ, તા.5 એપ્રિલ 2020, રવિવાર
મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોર કોરોનાથી રાજ્યમાં સૌથી વધારે પ્રભાવિત છે.
તાજેતરમાં ઈન્દોરમાં ડોક્ટરોની એક ટીમ પર જે વિસ્તારમાં પથ્થરમારો થયો હતો ત્યાંથી કોરોનાના 10 પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. આ વિસ્તારમાં ડોક્ટરોની ટીમ દર્દીઓની તપાસ માટે ગઈ હતી.
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે કરેલી જાહેરાત પ્રમાણે 3 અને ચાર એપ્રિલના રોજ મોકલવામાં આવેલા સેમ્પલમાં 16 કેસ પોઝિટિવ છે અને આ પૈકીના 10 લોકો આ ટાટપટ્ટી બાખલ વિસ્તારના છે.જ્યાં ડોક્ટરો પર પથ્થરમારો થયો હતો. આ પૈકીના 5 પુરુષ અને પાંચ મહિલાઓ છે.આ લોકોની વય 29 વર્ષથી 60 વર્ષની છે.
ઉલ્લેખનીય છે કે, ડોક્ટરો પર હુમલા અને પથ્થરમારાના વિડિયો આખા દેશમાં વાયરલ થયા હતા.બંને મહિલા ડોક્ટરો માંડ માંડ જીવ બચાવીને ભાગી હતી. એ પછી પણ બીજા દિવસે તેમણે હિંમત બતાવીને આ વિસ્તારમાં પહોંચીને ડોકટરોના સેમ્પલ લીધા હતા.