સુરત : સુરતના અમરોલીમાં માથાભારે લાલુ જાલીમ ગેંગના સભ્યોનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે.અમરોલીમાં વિસ્તારમાં લાલુ જાલીમ ગેંગનો ભારે આતંક જોવા મળતો હોય છે.બે દિવસ પહેલા એક સોસાયટીના પ્રમુખ બનવા બાબતને લઈ લાલુ જાલિમ ગેંગના સભ્યો સોસાયટીના લોકો પર ચપ્પુ મળે હુમલો કર્યો હતો.
સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમા છેલ્લા કેટલાક સમયથી નાનાની મોટી ગેંગો સક્રિય બની છે.નાની નાની વાતને લઈ આ ગેંગો સામાન્ય માણસો પર હુમલો કરી સમાજમાં પોતાનો ધાક બનાવતા હોય છે.ત્યારે પોલીસ પણ આવા ઇસમોની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢી કાર્યવાહી કરતી હોય છે.વધુ ગેંગ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.અમરોલી પોલીસે માથાભારે લાલુ જાલીમ ગેંગના સભ્યોનું લોકોમાંથી ખોફ કાઢવા સરઘસ કાઢ્યું હતું.અમરોલી વિસ્તારમાં માથાભારે છબી ધરાવતા લાલુ જાલિમ અને નિકુંજ ચૌહાણ પર ગુજસીટોક ગુનો દાખલ કરાયો હતો.લાલુ જાલિમ અને નિકુંજ ચૌહાણ જેલમાં બંદ હતા.નિકુંજ ચૌહાણ જમીન ઉપર બહાર આવ્યો હતો.નિકુંજ ચૌહાણને બે દિવસ પહેલા એક સોસાયટીના પ્રમુખ બનવા બાબતે ઝઘડો કર્યો હતો.લાલુ જાલીન ગેંગના માણસો જયરામ રબારીના સમર્થનમાં સોસાયટીમાં હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા.
લાલુ જાલીન ગેંગના માણસોએ બે લોકો પર હથિયાર વડે હુમલો કર્યો હતો.સોસાયટીમાં આતંક મચાવી ફરાર થઈ ગયા હતા.અમરોલી પોલીસે લાલુ જાલીમ ગેંગના નિકુંજ ચૌહાણ અને તેના અન્ય સાગરિકોની કરી ધરપકડ હતી.પોલીસે ધરપકડ કર્યા બાદ જે વિસ્તારમાં લાલુ જાલીમ ગેંગના માણસોએ આતંક મચાવ્યો હતો તે વિસ્તારમાં સરઘસ કાઢી લોકો માટે ખોફ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.