વડોદરા : શનિવારે મોડી રાત્રે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્ટી પ્લોટ પાસે ચિક્કાર દારૂ ઢીંચીને મહિલા અન્ય વાહન ચાલક સાથે માથાકુટ કરતી હોવાની જાણ થઇ હતી.જે બાદ પોલીસનો કાફલો મહિલા પોલીસકર્મીઓને સાથે રાખીને સ્થળ પર પહોંચ્યો હતો.દરમિયાન મહિલાએ દારૂ ઢીંચ્યો હોવાનું સામે આવ્યું હતું.મહિલા લથડીયા ખાતા બેફામ આરોપો અને ગાળોનો વરસાદ કરી રહી હતી.હાલ તેણીની સામે પ્રોહિબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.સમગ્ર મામલે એસીપીના જણાવ્યા અનુસાર તેણીની સામે પોલીસ કાર્યવાહીમાં રૂકાવટનો વધુ એક ગુનો નોંધવા માટે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.જેને લઇને મહિલાની મુશ્કેલીઓ આવનાર સમયમાં વધી શકે છે.
ઘટના અંગે નોંઘાયેલી પહેલી ફરિયાદ અનુસાર, ગોત્રી પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલી ફરીયાદ અનુસાર, શહેરના બાજવાડા વિસ્તારમાં રહેતી 41 વર્ષીય મોના ચંદ્રકાન્ત હિંગુ શનિવારે રાતે 2 વાગ્ના અરસામાં ગોકુળ પાર્ટી પ્લોટ પાસેની ઉમંગ સોસાયટીના નાકા પાસે મોના હિંગુ રાહદરીઓ સાથે ઝઘડો કરતી હોવાની વર્ધી મળી હતી.જેના આધારે પોલીસે સ્થળ ઉપર પહોંચી જોતા મોના હીંગુ નશાની હાલતમાં હતી અને તે સરખી રીતે બોલી પણ શકતી ન હતી.જેથી મહિલા પોલીસ કર્મીઓને બોલાવી તેને પોલીસની ગાડીમાં બેસાડી પોલીસ ખાતે લઇ જવામાં આવી હતી.ગોત્રી પોલીસ સ્ટેશન લઇ જઇ મોના હિંગુનુ બ્રેથ એનેલાઇઝરથી ચેક કરતા આલ્કોહોલનુ સેવન કર્યું હોવાનુ જણાઇ આવ્યું હતુ.જેથી પોલીસે આ મામલે મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ ગુનો નોંધાયા બાદ એસીપી એ.વી. કક્કડે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગઇ કાલ 27 ઓગસ્ટના રોજ લગભગ રાત્રે પોણા બે વાગ્યાના અસરામાં ગોકુળ પાર્ટી પ્લોટ સામે અમારા પોલીસના કર્મચારીઓ ફરજ પર હતા.તે દરમિયાન એક બહેન ઝગડો કરે છે,તેવો પોલીસ સ્ટેશનમાં સંદેશો મળ્યો હતો.સંદેશાના અનુસંધાને ઇવને ટીમ અને મહિલા કર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા.ત્યાં જઇને જાણવા મળ્યું કે, મહિલા નશો કરેલી હાલતમાં છે.જેના અનુસંધાને તેના વિરૂદ્ધ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ અને હોમગાર્ડના કર્મીઓ સાથે ગેરવર્તણુંક કરી છે, ફરજમાં અડચણ ઉભી કરે છે.આજે તેમના વિરૂદ્ધ અલગથી ફરિયાદ આપવામાં આવેલી છે.પ્રોહિબીશન એક્ટ અંતર્ગત તેમની જરૂરી તપાસ કરવામાં આવી છે.આજે ફરજમાં રૂકાવટની ફરિયાદ આપવામાં આવી છે.ફરિયાદ બાદ તપાસ અધિકારી વધુ તપાસ હાથ ધરશે.આ મહિલા સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં અગાઉ કોઇ ફરિયાદ નોંધાઇ નથી. અન્ય પોલીસ સ્ટેશન અંગે માહિતી નથી.