મુંબઈ : મુંબઈમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.મુંબઈમાં શિવસેના બાદ હવે કૉંગ્રેસને પણ નુકસાન થઈ રહ્યું છે.કૉંગ્રેસના પાંચ પૂર્વ કૉર્પોરેટરોએ શિંદે જૂથમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.પાંચેય કૉર્પોરેટરોએ તેમના રાજીનામા મુંબઈ કૉંગ્રેસ પ્રમુખ વર્ષા ગાયકવાડને સોંપી દીધાં છે.આ તમામ કૉર્પોરેટરો શિંદે જૂથમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે.
પુષ્પા કોલી (સાયન),વાજિદ કુરેશી (ચાંદીવલી),બબ્બુ ખાન (ધારાવી),ગંગા કુણાલ માને (ધારાવી),ભાસ્કર શેટ્ટી (ધારાવી)એ આજે કૉંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપું દીધું છે.આમાંથી ચાર કૉર્પોરેટરો વર્ષા ગાયકવાડના વિસ્તારના છે તેથી તેમને મોટો ફટકો પડ્યો છે.આ તમામ કૉર્પોરેટરોએ તેમના રાજીનામા વર્ષા ગાયકવાડને સુપરત કર્યા છે.આ પછી ભૂતપૂર્વ કૉર્પોરેટરો મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં થાણેમાં શિંદે જૂથમાં જોડાયા હતા.એક પૂર્વ કૉર્પોરેટરે કહ્યું કે રાજીનામા પાછળનું કારણ વર્ષા ગાયકવાડની કામ કરવાની રીત છે.બીજી તરફ, અત્યાર સુધીમાં 17 પૂર્વ કૉર્પોરેટરો શિવસેના ઠાકરે જૂથ છોડીને શિંદે જૂથમાં જોડાયા છે.
ઠાકરે જૂથના ધારાસભ્ય તુકારામ કાટે સહિત ૭ અન્ય નેતા જોડાયા શિંદે સેનામાં
મુંબઈમાં એક મહત્વપૂર્ણ રાજકીય વિકાસમાં, બૃહન્મુંબઈ મહાનગર પાલિકાના સાત ભૂતપૂર્વ કૉંગ્રેસ કૉર્પોરેટર અને ભૂતપૂર્વ સેના (UBT) ધારાસભ્ય તુકારામ કાટે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા છે.દેશની આર્થિક રાજધાની મુંબઈમાં તાજેતરમાં ફરી રાજકીય બદલાવ જોવા મળ્યો છે.ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અને કૉંગ્રેસ બંને માટે આ મોટો ઝટકો છે.
શનિવારે મુખ્યપ્રધાન એકનાથ શિંદેને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા બાદ કાટે અને તેમની પત્ની સમૃદ્ધિ કાટે સાથે ઘણા કાર્યકરો પણ શિંદે જૂથમાં જોડાયા હતા.એકનાથ શિંદેના નેતૃત્વવાળી રાજકીય પાર્ટીએ જણાવ્યું હતું કે, શિવસેના (UBT) અને કૉંગ્રેસના કૉર્પોરેટરો પક્ષના વિકાસ અને પ્રગતિના મોડલને અનુસરવા મુખ્યપ્રધાનની હાજરીમાં શિવસેનામાં જોડાયા છે.મુંબઈના કૉંગ્રેસના સાત ભૂતપૂર્વ BMC કૉર્પોરેટરો,જેઓ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા હતા,તેમાં કૉર્પોરેટર પુષ્પા કોલી,કુણાલ માને,ગંગા માને,વાહિદ કુરેશી,ભાસ્કર શેટ્ટી,જ્યોત્સના પરમાર અને બબ્બુ ખાન સામેલ છે.એકનાથ શિંદેની આગેવાની હેઠળની સેનામાં જોડાયા બાદ મુંબઈના અનુશક્તિ નગરના પૂર્વ ધારાસભ્ય તુકારામ કાટેએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન એકનાથજી શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્ર અને મુંબઈના પરિવર્તનમાં યોગદાન આપવા માટે અમે શિવસેનામાં આવ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના મુંબઈના ૧૫ ભૂતપૂર્વ નગરસેવકોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડ્યો છે.