ગરીબ પરિવારોની આજીવિકા પર કોરોનાની સૌથી વધુ અસર પડી છે. લોકડાઉન બાદ લોકોએ ઘરમાં કામવાળાઓને છુટ્ટા કરી દીધા છે. જે લોકો દિવસ દરમિયાન પાંચ સાત ઘરોના કામકાજ કરીને પરિવારનું ભરણપોષણ કરનારાઓની ખૂબ જ દયનિય સ્થિતી થઈ છે. કામ છુટી જવાને કારણે આવા પરિવારો સમક્ષ ભૂખમરાની સ્થિતિ ઉભી થઈ છે. આવો જ એક મામલો બિહારના ભાગલપુરના મોટા ખંજરપુરમાં બન્યો છે.
PMO ના અધિકારી દોડ્યા
માહિતી પ્રમાણે, મોટા ખંજરપૂરાની ત્રણ દિવસ સુધી ભૂખી ત્રણ બહેનોએ વડાપ્રધાનની કચેરીમાં ફોન કરીને જમવાનું કંઈક મળે તેવી વિનંતી કરી હતી. આ પછી દિલ્હીથી ભાગલપુર સુધી વહિવટી તંત્ર હરકતમાં આવી છોકરીઓ માટે ભોજનની વ્યવસ્થા કરાવી. મોટા ખંજરપુરા ખાતેર વિષહરી સ્થળ પાસે ત્રણ બહેનો ગૌરી કુમારી, આશા કુમારી અને કુમકુમ કુમારી રહે છે. પિતા સનોદ રઝાક અને માતાનું અગાઉ અવસાન થયું છે. બીજી એક નાની બહેન બિન્દા કુમારી તેની માસીના ઘરે રહે છે. ત્રણેય બહેનો આજુબાજુના વિસ્તારમાં ઘરોમાં જઈને કચરા પોતા સહિતના કામકાજ કરી જીવન વ્યતિત કરે છે.
ત્રણ દિવસથી ત્રણેય બહેનો ભૂખી હતી
કોરોનાના ડર અને લોકડાઉન પછી, લોકોએ કામ કરાવાની ના પાડી દીધી હતી. છેલ્લા ત્રણ દિવસથી ભૂખી બહેનોએ બુધવારે વડા પ્રધાન કાર્યાલયને ફોન કર્યો હતો કે ઘરમાં કોઈ અનાજ ન હોઈ ખાવાની કોઈ સગવડ થઈ શકે તેમ નથી. ત્રણ દિવસથી ત્રણેય બહેનો ભૂખી છે. માટે અમને કંઈક ખાવાનું પ્રબંધન કરાવી આપો.
ઘરમાં કંઈપણ ખાવાનું નથી
જગદીશપુર સીઓ સોનુ ભગતે કહ્યું કે PMO એ બિહાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને આ ત્રણેય છોકરીઓને તાત્કાલિક મદદ કરવા સૂચના આપી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના નિર્દેશન પર તે યુવતીઓને મળ્યા હતા. છોકરીઓ ભૂખી હતી અને ઘરમાં કંઈ ખાવાનું નથી. જોકે, હાલમાં ત્રણેય છોકરીઓ સ્વસ્થ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, છોકરીઓને ખાવા ઉપરાંત ચુડા, દાલામોટ, બિસ્કીટ વગેરે આપવામાં આવ્યા હતા. દરરોજ છોકરીઓને ભોજન આપવામાં આવશે. શુક્રવારે એક અઠવાડિયાનું રેશન પણ આપવામાં આવશે. સીઓએ જણાવ્યું હતું કે યુવતીઓને અન્ય સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

