લોકસભા માટે બીજેપી અને જેડી (એસ)નું ગઠબંધન ફાઇનલ

44

બૅન્ગલોર : બીજેપી અને જેડી (એસ)એ આગામી લોકસભાની ચૂંટણી માટે કર્ણાટકમાં હાથ મિલાવ્યા છે.બીજેપીના લીડર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ ગઈકાલે આ વાત કન્ફર્મ કરી હતી.આ ઍગ્રીમેન્ટ ચાર સીટ્સ માટે છે. યેદીયુરપ્પાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જેડી (એસ)ને લોકસભાની ચાર સીટ્સ આપવા માટે સંમત છે.જેડી (એસ)ના સુપ્રીમો એચ.ડી. દેવેગૌડા રિસન્ટ્લી બીજેપીના અધ્યક્ષ જે.પી. નડ્ડા અને અમિત શાહને મળ્યા હતા.
જેડી (એસ)એ કૉન્ગ્રેસ સાથે ગઠબંધન બનાવ્યું હતું અને સરકારની રચના કરી હતી.સત્તા પર આવ્યાને એક વર્ષ બાદ ૨૦૧૯માં વિશ્વાસ મત ગુમાવવાને કારણે એ સરકારનું પતન થયું હતું.નોંધપાત્ર છે કે દેવેગૌડાએ રિસન્ટ્લી દાવો કર્યો હતો કે તેમની પાર્ટી ન તો ઇન્ડિયા ગઠબંધન સાથે છે કે ન તો એનડીએની સાથે.

Share Now