મહામારીની સ્થિતિમાં પણ ‘નાપાક’ ઇરાદા: ૨૪ કલાકમાં ૯ આતંકીઓ ઠાર

817

જમ્મુ-કાશ્મીરના કુકવાડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું: ત્રણ જવાનો શહિદ

સમગ્ર દેશમાં કોરોનાના પગલે લોકડાઉનની સ્થિતિ જે સર્જાય છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ૨૪ કલાકમાં ૯ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હોવાની પણ ઘટના સામે આવી છે. મહામારીની સ્થિતિમાં આતંકીઓ દ્વારા નાપાક ઈરાદાને અંજામ આપવામાં આવી રહ્યો હોય તેવું પણ સામે આવ્યું છે. ૨૪ કલાકમાં આ બીજુ ઓપરેશન હાથ ધરાયું છે જેમાં કાશ્મીરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. દક્ષિણ કાશ્મીરનાં કુલગામ જિલ્લામાં ૪ આતંકીઓને મારવામાં આવ્યા હતા જયારે બીજુ એન્કાઉન્ટર કુકવાડા જિલ્લામાં હાથ ધરાયું હતું જેમાં લશ્કર એ તોયબાના પાંચ આતંકીઓએ પોલીસ જવાનો ઉપર ફાયરીંગ શરૂ કર્યું હતું જેમાં ક્રોસ ફાયરમાં લશ્કર એ તોયબાના ૫ ખુંખાર આતંકીઓ ઠાર મરાયા હતા. કલમ ૩૭૦ અને ૩૫-એ હટતાની સાથે જ જમ્મુ-કાશ્મીરમાં શાંતી માટેની પહેલ હાથ ધરવામાં આવી હતી અને મહદઅંશે શાંતી પણ સ્થાપિત થઈ હતી પરંતુ મહામારી વચ્ચે આતંકીઓ તેમના નાપાક ઈરાદાઓને પૂર્ણ કરવા માટે જે રીતે કાર્યવાહી કરી રહ્યા છે તેને ડામવા અને તેને રોકવા સરકાર પણ સજજ થઈ છે. સર્ચ ઓપરેશનમાં ૯ આતંકીઓને મારવામાં આવતા બે અન્ય પોલીસ જવાનો પણ શહિદ થયા છે પરંતુ બીજા ઓપરેશનમાં અન્ય એક જવાન શહિદ થતા કુલ સંખ્યા ૩ પહોંચી છે. હાલ ડિફેન્સનાં સ્પોકસ પર્સન કર્નલ રાજેશ કાલીયાએ આ અંગેની માહિતી આપી હતી અને ઓપરેશનની શરૂ રાખવાની પણ જાણકારી આપી છે. ઉતર-કાશ્મીરમા કેરન સેકટરમાં તમામ પોલીસ જવાનોને સતર્ક રહેવા તાકિદ કરવામાં આવી છે જેમાં પાંચ આતંકીઓ દ્વારા ઘુસપેઠ કરવાની જે ફિરાક કરી રહ્યા હતા તેને પણ નાબુદ કરાઈ હોવાનું સામે આવ્યું છે. એવી જ રીતે હિઝબુલ મુઝાહિદીનનાં ૪ આતંકીઓ કુલગામ જિલ્લા કે જે દક્ષિણ કાશ્મીરમાં આવેલું છે તેમાં તેઓને ઠાર કરવામાં આવ્યા હતા.

આ તમામ આતંકીઓ અડધા ડઝનથી વધુનાં સ્થાનિકોને મારવામાં તેનો ભાગ હોવાનું પણ ખુલ્યું છે. ભારત દેશ આ તમામ ગેરપ્રવૃતિઓ જે ચાલી રહી છે તે ભરી પીવા માટે સજજ થયું છે અને સિકયોરીટી ફોર્સને પણ તાકિદ કરી જણાવ્યું છે કે, કોઈપણ પ્રકારની ગેરરીતી ચલાવવામાં નહીં આવે. હાલ જે રીતે સર્ચ ઓપરેશન યોજાઈ રહ્યા છે તેનાથી તે વાત સ્પષ્ટ છે કે, કોઈપણ પ્રકારે ઘુસણખોરી ન થાય તે માટેની તકેદારી સુુરક્ષાકર્મીઓ રાખી રહ્યા છે અને શંકાસ્પદ લોકોની પણ સમયાંતરે પુછપરછ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

Share Now