– ઘરમાં તેમની પત્નીને બંધંક બનાવીને લૂંટ કર્યાની ફરિયાદ કરાઇ
– ધારાસભ્ય પી.સી. બરંડા ચોમાસુ સત્ર ચાલતુ હોવાથી ગાંધીનગર હતા
– ઘરમાં લૂંટના સમાચાર સાંભળી તેઓ સીધા જ ભિલોડા પહોંચ્યા
ગુજરાતના પૂર્વ IPS અને હવે ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડાના ભિલોડા સ્થિત ઘરમાં તેમની પત્નીને બંધંક બનાવીને લૂંટ કર્યાની ફરિયાદ થઈ છે.ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડા અહી ચોમાસુ સત્ર ચાલતુ હોવાથી ગાંધીનગર હતા.ઘરમાં લૂંટના સમાચાર સાંભળી તેઓ સીધા જ ભિલોડા પહોંચ્યા છે.
ભાજપના ધારાસભ્ય બરંડાની પત્નીને કોઇ ઇજા થઇ નથી
જો કે, ભાજપના ધારાસભ્ય બરંડાની પત્નીને કોઇ ઇજા થઇ નથી. એમના બંગલામાંથી સોનુ,ચાંદી જેવા દરદાગીનાની લૂંટ થયાની માહિતી માધ્યમોથી બહાર આવી છે અરવલ્લીમાં ભિલોડાના MLA પી.સી બરંડાના નિવસ્થાને તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે.જેમાં ભિલોડાના વાંકાટીંબા ગામની ઘટના છે.મધ્ય રાત્રીએ આવેલા બે તસ્કરો એ પીસી બરંડાના ધર્મ પત્નીને બંધક બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.
MAL ગાંધીનગર વિધાનસભા ખાતે હાજર હોય એકલતાનો લાભ લઇ ચોરીને અંજામ આપ્યો
MAL ગાંધીનગર વિધાનસભા ખાતે હાજર હોય એકલતાનો લાભ લઇ ચોરીને અંજામ આપ્યો છે.ત્યારે SP સહિત પોલીસની વિવિધ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી રહી છે.ત્યારે જોવાનું એ રહ્યું કે ગુજરાતમાં ધારાસભ્યના ઘરમાં ચોરી થઇ જતી હોય તો સામાન્ય માણસની શું વાત કરવી,હવે જોવું એ રહ્યું કે પોલીસ ચોરને કયા સુધી પકડી શકે છે. તેતો સમયે આવ્યે જ ખબર પડશે.