– નવી મુંબઈની તળોજા જેલને બદલે મુંબઈની આર્થર રોડ જેલમાં રખાશે
મુંબઈ : કેનેરા બેન્ક સાથે રૃ. ૫૩૮ કરોડના કથિત ફ્રોડ સંબંધી મની લોન્ડરિંગના કેસમાં જટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલન વિશેષ પીએમએલએ કોર્ટે ૧૪ દિવસની અદાલતી કસ્ટડી આપી છે.નવી મુંબઈની તળોજા જેલને બદલે આર્થર રોડ જેલમાં ખસેડવાની ગોયલની વિનંતીને કોર્ટે સ્વીકારી હતી.
પહેલી સપ્ટેમ્બરે ઈડીએ ધરપકડ કર્યા બાદ ૭૪ વર્ષના ગોયલની કસ્ટડી પૂરી થતાં ફરી કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા.ગોયલે પોતાને અનેક તબીબી સમસ્યાઓ હોવાથી ખાનગી અને સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો પાસે નિયમિત તબીબી તપાસ કરાવવાની પરવાનગી આપવામાં આવે.ડોક્ટરે સૂચવ્યા અનુસારનું ઘરનું ભોજન અને સ્વાસ્થ્યને જોતાં યોગ્ય પથારીની માગણી કરી હતી.કોર્ટે અરજીનો જવાબ નોંધાવવા સરકારી પક્ષને નિર્દેશ આપ્યો છે.જેટ એરવેઝ ઈન્ડિયા લિ.એ રૃ.૮૪૮.૮૬ કરોડની લોનમાંથી રૃ. ૫૩૮.૬૨ કરોડની ચૂકવણી નહીં કરી હોવાનો આરોપ બેન્કની ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ,છોટા શકીલ સહીત અન્ય ગેંગસ્ટર્સના રૂપિયા જેટ એરવેઝમાં રોકાણ કરાયા હતા જે શરૂઆતમાં સૌથી સફળ એરલાઇન કંપની બની હતી પરંતુ માફિયાઓએ પઠાણી ઉઘરાણી શરુ કરતા નરેશ ગોયલે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને બેંકને રૂપિયા ચૂકવી ન શકતા જેટ એરલાઇન બંધ થવાના કગારે પહોંચી હતી.