મુંબઈમાં જોખમમાં: ૨૪ કલાકમાં ૪૩૩ પોઝિટિવ

308

ધારાવી જોખમમાં: મુંબઈમાં અત્યાર સુધી ૩૦ દર્દીના મૃત્યુ: મહારાષ્ટ્ર્રમાં કુલ ૭૪૮ કેસ

કોરોનાવાયરસ થી મહારાષ્ટ્ર્ર રાય અત્યતં બેહાલ છે અને ખાસ કરીને દેશની કોમર્શિયલ રાજધાની મુંબઈમાં હાહાકાર મચી ગયો છે અને છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૪૩૩ જેટલા પોઝિટિવ કેસ બહાર આવતાં સરકાર પણ ખળભળી ઉઠી છે.

મુંબઈમાં અત્યાર સુધીમાં ૩૦ દર્દીના મૃત્યુ થઈ ચૂકયા છે. મહારાષ્ટ્ર્રમાં કુલ કેસ ૭૪૮ ને પાર ગયા છે. સાથોસાથ એશિયાની સૌથી મોટી ગણાતી ઝુપડપટ્ટી ધારાવી વધુ જોખમમાં આવતી જાય છે. અહીં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ધારાવીમાં સડકો સૂમસામ બની ગઈ છે ,દુકાન બધં પડી છે, કેટલાક વિસ્તારોને સંપૂર્ણ રીતે ઘેરાબંધી કરવામાં આવી છે અને ધારાવીમાં કરયુ જેવો માહોલ દેખાઈ રહ્યો છે.
અત્યાર સુધી ધારાવીમાં પાંચ કેસ બહાર આવી ગયા છે અને તેમાંથી એક આધેડનું મૃત્યુ થયું છે. ધારાવી મા ભરચક વસ્તી છે માટે અહીં ઝડપથી ચેપ લાગવાનો ખતરો બીજા વિસ્તારો કરતાં સૌથી વધુ રહે છે. ધારાવીમાં એક એક ઝૂંપડી અથવા તો મકાનમાં ખૂબ જ વધુ વસ્તી હોય છે અને પરિવારોની સંખ્યા પણ વિશેષ હોય છે.

મહારાષ્ટ્ર્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ પણ એ વાતનો સ્વીકાર કર્યેા છે કે ધારાવીમાં જનસંખ્યા ભરચક અને ગીચ વસ્તી હોવાથી અહીં ઝડપથી ફેલાઈ શકે છે અને સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. તેમણે કહ્યું કે ધારાવીમાં લોક ડાઉનનો સખ્તાઇથી અમલ કરાવવાની આજથી જ સૂચના આપવામાં આવી છે અને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં ન આવે તેમ વહીવટી તંત્રને જણાવી દેવામાં આવ્યું છે

Share Now