
મહિસાગર જિલ્લામાં લાંબા સમયથી એકજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાંચ જેટલા પોલીસ ઇન્સપેકટરની આંતરીક બદલીનો જિલ્લા એસ.પી જયદિપસિંહ જાડેજાએ હુકમ કર્યો છે.સાગમટે પાંચ પી.આઇની બદલીનો હુકમ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષ્ય બન્યો છે.ત્યારે પાંચ પૈકી ત્રણ પી.આઇને પોલીસ સ્ટેશન સહિત વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.