– વેસુ સ્થિત નવા ભવનમાં પદાધિકારીઓને શુભેચ્છા આપવા મોટી સંખ્યામાં ઉપસ્થિત ટેકેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા
સુરત : સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાવિનીબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે રોહિત પટેલની આજે જિલ્લા કલેકટરટની અધ્યક્ષતામાં સતાવાર જાહેરાત સંભાળતા પદભાર સંભાળી લીધો હતો.સુરત જિલ્લા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ,ઉપપ્રમુખ સહિતના હોદેદારોની નિમણુંક માટે સોમવારે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ આજે જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં પ્રમુખ- ઉપપ્રમુખની નિમણુંક માટેની જાહેરાત થઇ હતી.બે જ નામો હોવાથી જિલ્લા કલેકટરે પ્રમુખ તરીકે ભાવિની બેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે રોહિત પટેલના નામની જાહેરાત કરી હતી.વેસુ ખાતે નવા ભવનમાં મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો હાજર રહ્યા હતા.અને સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
સુત્રોના જણાવ્યા મુજબ ગત ટર્મમાં પણ ભાવિની પટેલનું નામ પ્રમુખ તરીકે જોરશોરથી બોલાતુ હતુ.પરંતુ છેલ્લી ઘડીએ પ્રીતિબેન પટેલ પ્રમુખ બન્યા હતા.આ વખતની ચૂંટણીમાં ગત ટર્મના બે જ સભ્યો ભાવિની પટેલ અને અફઝલ પઠાણને પાર્ટીએ ટિકિટ આપી હતી.બાકી બધા જ નવા ઉમેદવારો આવ્યા હતા.જ્યારે રોહિત પટેલને માંડવી વિધાનસભા ચૂંટણીના ઇન્ચાર્જ બનાવાયા હતા અને આ બેઠખ ભાજપે કબજે કરી હતી.