કોરોના સામેની લડતમાંં આ અઠવાડિયું સૌથી મહત્વનું

297

ભારત ૧૬ એપ્રિલથી કોરોનાના સ્થિર તબકકામાં પ્રવેશી શકે: વાયરસનો ફેલાવો અટકવાનો તબકકો ૯ મેથી શરૂ થવાની શકયતા

કોવિડ-૧૯ સામે ભારતની લડતના કેટલાક સાનુકુળ સંકેત મળી રહ્યા છે. જો કે ભારત ૧૬ એપ્રિલથી કોરોનાના સ્થિર તબકકામાં પ્રવેશશે કે નહીં તેના મૂલ્યાંકન માટે ચાલુ સાહ ચાવીરૂપ રહેશે. સરકારના ઉચ્ચત્તમ સ્તરે ચર્ચાયેલં આંકડા મુજબ ભારત કોરોના કેસની બાબતમાં અત્યારે ઝડપી વૃધ્ધિના તબકકામાં છે અને દિલ્હીની તબલીઘી-જમાતને કારણે સ્થિતિ વકરી છે.

સરકારની ટોચની ડેટા લેબોરેટરીના અંદાજ મુજબ વર્તમાન દરે ભારતમાં કોવિડ-૧૯નો ફેલાવો અટકવાનો તબકકો ૯ મેથી શરૂ થવાની શકયતા છે. સરકારની સત્તાધારી સમિતિને આ આંકડાની માહિતી આપવામાં આવી છે. જો કે, રાસેપ્ટિબલ ઈન્ફેશિયા રિકવર્ડ (એસઆઈઆર) મોડલિંગની મદદથી તૈયાર કરાયેલા આ અંદાજમાં તબલીઘી જમાતની ઘટનાને સંપૂર્ણપણે ગણતરીમાં લેવાઈ નથી. કારણ કે સમગ્ર પ્રકરણમાં જમાતના સભ્યો સાથે સંપર્કમાં આવેલા લોકો અને તેને લીધે ફેલાયેલા ચેપનું મૂલ્યાંકન થઈ રહ્યું છે.

અંદાજ તૈયાર કરતી વખતે સ્થનિક અને અન્ય દેશોના આંકડાને ધ્યાનમાં લેવાયા છે. જેમાં ચીન પણ સામેલ છે. તમામ આંકડા સતત અપડેટ કરાય છે અને તેની માહિતી કોરોના માટે રચાયેલી સત્તાધારી સમિતિઓને આપવામાં આવે છે. આગામી દિવસોમાં લોકડાઉનને હળવું કરવાની યોજનામાં આ આંકડા ચાવીરૂપ રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, તબલીઘી જમાતના કેસને કારણે અંદાજ બાંધવામાં અનિિતતા ઉભી થઈ છે પણ એકંદર અંદાજ સૂચવે છે કે, ભારત હજુ સુધી યોગ્ય દિશામાં છે અને એપ્રિલના મધ્યભાગમાં કોરોનાનો ઝડપી વૃધ્ધિનો તબકકો પુરો થયા પછી દેશ ૨૧ દિવસનું લોકડાઉન હળવું કરી શકશે.

Share Now