મોદીની અપીલ પર પાણી ફેરવ્યું!, BJPના MLAએ ઉઠાવી મશાલ, ના રાખ્યું સોશિયલ ડિસ્ટેંસિંગ

266

દેશમાં સંપૂર્ણ લોકડાઉન છે અને તમામ દેશવાસીઓએ રવિવાર રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી દીવડો, મીણબત્તી પ્રગટાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર અમલ કર્યો. આ દરમ્યાન સોશિયલ ડિસ્ટેંસિંગનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. પરંતુ એક-બે તસવીરો એવી સામે આવી જેમણે પીએમ મોદીની અપીલની સાથો સાથ કોરોના વાયરસના ખતરાને વધારી દીધો.

5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગતા જ જ્યાં પીએમ મોદીથી લઇ તમામ મંત્રી અને આખા દેશે પોત-પોતાના ઘરોમાં દીવડા અને મીણબત્તીઓ પ્રગટાવ્યા હતા. તે સમયે તેલંગાણાના ભાજપ ધારાસભ્ય રાજા સિંહ પોતાના સમર્થકોની સાથે હાથમાં મશાલ લઇ રસ્તા પર ઉતરી આવ્યા.

રાજા સિંહે પોતાના સમર્થકોની સાથે મશાલનું સરઘસ કાઢ્યું અને ગો બેક ચીની વાયરસના નારા પણ લગાવ્યા. પરંતુ આ દરમ્યાન તેમણે પીએમ મોદીની એ અપીલની ધજ્જીયા ઉડાવી દીધી જેમાં પીએમે કહ્યું હતું કે લોકો દીવા અને કેન્ડલ પ્રગટાવો પરંતુ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરે.

દેશની પ્રજાએ તો પીએમની અપીલનું પાલન કર્યું પરંતુ ધારાસભ્ય રાજા સિંહ પર પીએમ મોદીની અપીલની અસર દેખાઇ નહીં. રાજા સિંહ માત્ર સમર્થકોની ભીડને લઇ રસ્તા પર ઉતર્યા જ નહીં પરંતુ કોરોનાની વિરૂદ્ધ તેમની આ કોશિષમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું નામો-નિશાન પણ દેખાયું નહીં.તેલંગાણા સિવાય ભાજપના ધારાસભ્ય સાથે જોડાયેલી એક ઘટના મહારાષ્ટ્રના વર્ધાથી પણ સામે આવી. અહીં ભાજપ ધારાસભ્ય દાદારાવ કેચેના ઘરે ભારે ભીડ દેખાઇ. દાદારાવ કેચેનો જન્મદિવસ હતો આ અવસર પર તેમણે લોકડાઉન દરમ્યાન પરેશાન લોકોને રાશન આપવાનો નિર્ણય લીધો. પરંતુ તેમના ઘરે જરૂરિયાતમંદ લોકો પહોંચ્યા તો તસવીર ભયાનક દેખાઇ.

ધારાસભ્યના ઘરે મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા રાશન લેવા માટે પહોંચ્યા. એટલે કે એકબાજુ જ્યાં આખો દેશ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરી રહ્યા છે. કોરોનાથી બચવાનો આ સૌથી શ્રેષ્ઠ ઉપાય કહેવાય છે તો રાશન વહેંચવાના નામ પર ભાજપ ધારાસભ્યના ઘરે આ નિયમ સંપૂર્ણપણે તૂટતો દેખાયો.

Share Now