– આ દુર્ઘટના આલમબાગની રેલ્વે કોલોનીમાં થઈ
લખનઉમાં એક મોટી દુર્ઘટના બની છે જેમાં એક મકાનની છત ધરાશાયી થતા પાંચ લોકોના કરુણ મોત થયા છે.આ દુર્ઘટના આલમબાગની રેલવે કોલોનીમાં થઈ છે.સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રેલવે કોલોની સ્થિત ઘરની છત ધરાશાયી થતા એક જ પરિવારના 3 બાળકો સહિત 5ના મોત થયા છે.
મકાન ખુબ જ જર્જરિત હતું
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક કરુણ ઘટના બની છે જેમાં મકાનની છત ધરાશાયી થતા એક જ પરિવારના પાંચ લોકોની મોત થઈ હતી.આ ઘટનાની જાણકારી પોલીસ તેમજ NDRFની ટીમને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળમાંથી દટાયેલા લોકોને કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી,આ ઘટના આલમબાગ રેલવે કોલોનીમાં થઈ હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મકાન ખુબ જ જર્જરિત હતું.આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે.આ ઘટના મોડી રાતે બની હોવાનું જાણવા મળ્યું છે.