નવી દિલ્હી, તા., ૬ : ભારતમાં સૌથી વધુ રોજગાર આપનાર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસઇ) ઉદ્યોગો પોતે કોરોનાના મારથી સંકટ સામે ઘેરાઇ ગયા છે.લોક ડાઉનના કારણે એ અત્યારે બંધ છે પણ લોકડાઉન જો વધશે તો લગભગ ૧.૭ કરોડ લઘુ ઉદ્યોગો કાયમ માટે બંધ થઇ શકે છે કેમ કે તેમની પાસે નાણાનો અભાવ છે.ગ્લોબલ એલાયન્સ ફોર માસ એન્ટરપ્રિન્યોર અકિલા શીપ (જીએએમઇ)ના ચેરમેન રવિ વેંકટેશનનું કહેવું છે કે જો દેશમાં લોકડાઉન ચારથી આઠ અઠવાડીયા વધશે તો કુલ એમએસઇના રપ ટકા એટલે કે લગભગ ૧.૭ કરોડ એમએસઇ બંધ થઇ જશે.દેશમાં ૬.૯ કરોડ એમએસઇ છે.ઇન્ફોસીસના કો-ચેરમેન અને બેંક ઓફ બરોડાના ચેરમેન રહી ચુકેલા વેંકટેશનને ઓલ ઇન્ડીયન મેન્યુફેકચર્સ એસોસીએશનના આંકડાઓના હવાલાથી કહયું કે જો કોરોના સંકટ ચારથી આઠ મહીના ચાલશે તો દેશના ૧૯ થી ૪૩ ટકા એમએસએમઇ ભારતના નકશામાંથી ગાયબ થઇ જશે. વેંકટેશનું કહેવું છે કે એનએસએમઇના દરેક ક્ષેત્રમાં છટણી થઇ શકે છે.પાંચ કરોડ લોકોને નોકરી આપનાર હોટલ ઉદ્યોગમાં લગભગ ૧.ર કરોડ નોકરીઓ જઇ શકે છે.જયારે ૪.૬ કરોડ લોકોને નોકરી આપનાર રીટેલ ક્ષેત્રમાંથી ૧.૧ કરોડ નોકરીઓ જઇ શકે છે.નિષ્ણાંતોનું કહેવું છે ક ે સૌથી મોટો પડકાર એમએસએમઇ સાથે પરોક્ષ રીતે અથવા હંગામી ધોરણે સંકળાયેલા લોકો માટે છે રોજમદાર મજુરોને સૌથી વધુ નુકશાન થઇ રહયું છે.