ઈસ્માઈલ હનિયા અને હસન નસરલ્લાહનો ખેલ ખતમ, હવે ઈઝરાયેલની રડાર પર કોણ ?

79

પહેલા હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા અને હવે હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહની હત્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે ઈઝરાયેલની રડાર પર હવે કોણ છે ? આ સવાલ એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરતી વખતે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે આતંકવાદ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે.નેતન્યાહુના આ ભાષણ પછી તરત જ ઈઝરાયેલે બેરૂત પર હુમલો કર્યો.આ હુમલો ન્યુ ઓર્ડર ઓપરેશન હેઠળ કરવામાં આવ્યો હતો.ઈઝરાયેલ પોતાના વિરોધી સંગઠનોના ટોચના કમાન્ડરોને મારવા માટે આ ઓપરેશન ચલાવી રહ્યું છે.

હવે ઈઝરાયેલની રડાર પર કોણ ?

1) યાહ્યા સિનવાર હમાસના વડા છે.અત્યારે ઈઝરાયેલની મુખ્ય લડાઈ હમાસ સાથે છે.હમાસે ઓક્ટોબર 2023 માં ઇઝરાયેલ પર પહેલો મોટો હુમલો કર્યો હતો.ત્યારથી બંને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1700 ઈઝરાયેલના નાગરિકો માર્યા ગયા છે.

ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લા પર 1500 કરોડ રૂપિયાના બારુદથી કર્યો હૂમલો

લેબનોનમાં વિનાશ જ વિનાશ જોવા મળી રહ્યો છે.લેબનોન અને ઇઝરાયેલ વચ્ચે છેલ્લા થોડા દિવસથી ઘર્ષણ જોવા મળી રહ્યુ છે.ઇઝરાયેલી સેના જે રીતે લેબનોનમાં વિનાશ મચાવી રહી છે તે સંદેશ છે કે હિઝબુલ્લાહનો અંત ખૂબ નજીક છે. હિઝબુલ્લાહની હાલત પણ ગાઝામાં હમાસ જેવી જ છે.માત્ર ચાર દિવસના ઓપરેશન દરમિયાન, ઈઝરાયેલે હિઝબુલ્લાહના 90 ટકા નેતૃત્વને નષ્ટ કર્યું એટલું જ નહીં પરંતુ તેની અડધી લશ્કરી તાકાતનો પણ નાશ કર્યો.ઇઝરાયેલને આટલી મોટી સફળતા એટલા માટે મળી કારણ કે IDFએ એક દિવસમાં હિઝબુલ્લા પર 1500 કરોડ રૂપિયાની મિસાઇલોથી હૂમલો કર્યો.ઈઝરાયેલના અકલ્પનીય હુમલામાં માત્ર હિઝબુલ્લાહની ટોચની નેતાગીરી જ ખતમ થઈ નથી પરંતુ તેની લશ્કરી તાકાત પણ અડધી થઈ ગઈ છે.ઈઝરાયેલ અને અમેરિકાનું કહેવું છે કે ઓપરેશન નોર્ધન એરોને કારણે હિઝબુલ્લાહનું અડધું લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું છે.

હિઝબુલ્લાહના માત્ર ત્રણ ટોચના નેતાઓ બાકી

IDFએ તેના રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે હવે હિઝબુલ્લાના ટોચના નેતૃત્વમાં માત્ર ત્રણ લોકો જ બચ્યા છે,જે છે ચીફ હસન નસરાલ્લાહ, હિઝબુલ્લાના દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કરાકી અને બદર યુનિટના વડા અબુ અલી.હવે હિઝબુલ્લાના નેતૃત્વમાં માત્ર આ ત્રણ લોકો જ બચ્યા છે, બાકીના 18 લોકોને ખતમ કરી દેવામાં આવ્યા છે.

મહિનાઓથી ઈઝરાયલના નિશાને હતો નસરાલ્લાહ, જાણો કેવી રીતે શોધીને ખાત્મો બોલાવ્યો ?

ફવાદ શુક્ર, ઈસ્માઈલ હાનિયા અને રેસિસ્ટેંસના ડઝનેક મધ્યમ અને ઉચ્ચ સ્તરીય કમાન્ડરોને માર્યા પછી, ઈઝરાયેલે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહને પણ મારી નાખ્યો છે.નસરાલ્લાહને ખતમ કરવાની જાહેરાત પછી જ, આઈડીએફએ નસરાલ્લાહનું સ્થાન કેવી રીતે શોધી કાઢ્યું અને નસરાલ્લાહના મૃત્યુનો આદેશ કોણે આપ્યો તે અંગે ચર્ચાઓ મીડિયામાં શરૂ થઈ? અમેરિકન અખબાર ન્યૂ યોર્ક ટાઇમ્સએ, ઇઝરાયેલના સૂત્રોને ટાંકીને કહ્યું કે ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીઓએ હસન નસરાલ્લાહના ઠેકાણાને મહિનાઓ સુધી ટ્રેક કર્યા અને યોગ્ય સમયની રાહ જોઇ.ત્રણ વરિષ્ઠ ઇઝરાયેલી સંરક્ષણ અધિકારીઓએ ધ ન્યૂ યોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે, શુક્રવારે હિઝબુલ્લાના મુખ્ય મથક પર હુમલો કરવાનો નિર્ણય ઇઝરાયેલી લશ્કરી અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો, કારણ કે તેમને ડર હતો કે નસરાલ્લાહ ટૂંક સમયમાં અન્ય સ્થળે જતો રહેશે.

સમાચાર અનુસાર, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન આપવા માટે રવાના થાય તે પહેલા જ આ હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું.સમાચારો પરથી જાણવા મળ્યું છે કે IDF અને મોસાદ પાસે પહેલાથી જ ઈન્ટેલિજન્સ ઈનપુટ હતા કે હિઝબુલ્લાહ ટૂંક સમયમાં એક બેઠક યોજવા જઈ રહી છે,જેમાં હિઝબુલ્લાહના મોટા નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

નસરાલ્લાહને મારવા માટે ભારે બોમ્બમારો

ન્યૂયોર્ક ટાઈમ્સે સૂત્રોને ટાંકિને જણાવ્યું કે, ઈઝરાયેલે નસરાલ્લાહને મારવા માટે લગભગ 2 હજાર પાઉન્ડ બોમ્બનો ઉપયોગ કર્યો હતો.અહેવાલો અનુસાર, આ હુમલો એટલો ખતરનાક હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સંભળાયો હતો અને નાગરિકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો.

અલ જઝીરાના અહેવાલ અનુસાર ઈઝરાયેલમાં બનેલા અમેરિકન GBU-31 JDAM અને સ્પાઈસ 2000 બોમ્બથી બેરૂતને નષ્ટ કરી દીધું છે. GBU-31 JDAM એ એક લક્ષ્ય સાધન કીટ છે જે અનગાઇડેડ ફ્રી-ફોલ બોમ્બને ચોકસાઇવાળા વોરહેડ્સમાં રૂપાંતરિત કરે છે.જેડીએએમ કોઈપણ હવામાનમાં કામ કરી શકે છે અને ફાઈટર પ્લેનમાંથી છોડવામાં આવેલા બોમ્બને હવાથી સપાટી પર ચોક્કસ રીતે લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરે છે.

નસરાલ્લાહ પછી હિઝબુલ્લાહ કોણ સંભાળશે?

અહેવાલો અનુસાર, હિઝબુલ્લાહના મોટા ભાગના મોટા નેતાઓ ખતમ થઈ ગયા છે. નસરાલ્લાહ પછી, જે નામ ટોચ પર છે તે સફીદીન છે.ઈઝરાયેલના અધિકારીઓનું માનવું છે કે નસરાલ્લાહ બાદ હિઝબુલ્લાના વરિષ્ઠ નેતાઓમાંના એક હાશેમ સફીદીન હિઝબુલ્લાની કમાન સંભાળી શકે છે.અનુસાર, જ્યારે હુમલો થયો ત્યારે સફીદીન મીટિંગમાં હાજર નહોતો.

સફીદીનને 2017માં અમેરિકા દ્વારા આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તે નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ છે.હાલમાં તે હિઝબુલ્લાહની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને જૂથની રાજકીય બાબતો માટે જવાબદાર છે.આ અહેવાલો પરથી સ્પષ્ટપણે જણાય છે કે, હિઝબુલ્લા સામે ઈઝરાયેલ તેની સૈન્ય વ્યૂહરચનાઓને કેટલી ગંભીરતાથી લઈ રહ્યું છે અને હિઝબુલ્લાનું નેતૃત્વ ક્યાં શિફ્ટ થશે તેના પર પણ નજર રાખી રહ્યું છે.

Share Now