ઈઝરાયેલના દાવાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે.હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મૃત્યુના સમાચારથી લેબનોનમાં શોકનું વાતાવરણ છે.રાજધાની બેરૂતમાં ઊંડી શાંતિ છવાઈ ગઈ છે અને લોકો આ સમાચારથી ચોંકી ગયા છે.તેની અસર લેબનીઝ ન્યૂઝ ચેનલમાં પણ જોવા મળી હતી.જ્યારે લાઈવ પ્રસારણ દરમિયાન હસન નસરુલ્લાહના મૃત્યુના સમાચાર વાંચતી વખતે એક ન્યૂઝ ચેનલની એન્કર પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શકી અને કેમેરા સામે રડી પડી હતી.
આ ઈમોશનલ ક્ષણને કેમેરામાં કેદ કરવામાં આવી હતી અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ ઘટના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે,કેટલાક તેને હિઝબુલ્લાહ સમર્થકોની હાર માની રહ્યા છે તો કેટલાક તેને એક મોટું ષડયંત્ર ગણાવી રહ્યા છે.
કેવી રીતે ઇઝરાયલે નસરાલ્લાહને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું
નસરાલ્લાહના મોતની અસર ઈરાનમાં પણ જોવા મળી હતી.આ સમાચાર પછી તરત જ, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ તેમના ઘરે દેશની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવી હતી.હિઝબુલ્લાના ચીફ સામે ઈઝરાયેલનું ઓપરેશન ખૂબ મહત્વનું હતું.આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુએનમાં ભાષણ આપ્યા બાદ તરત જ પોતાના હોટલના રૂમમાંથી આ હુમલાની મંજૂરી આપી દીધી હતી.
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, IDF એ અહેવાલ આપ્યો કે તેઓએ 27 સપ્ટેમ્બરના રોજ લેબનીઝ રાજધાની બેરુતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર બંકર બસ્ટર બોમ્બ વડે હવાઈ હુમલો કર્યો હતો.હુમલા દરમિયાન હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ પણ હાજર હતા.
લેબનોનમાં હસન નસરાલ્લાહનો પ્રભાવ
હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહનો લેબનોનમાં ઊંડો પ્રભાવ છે.નસરાલ્લાહ માત્ર રાજકીય નેતા ન હતા.નસરાલ્લાહનો પ્રભાવ લેબનોનથી આગળ વિસ્તરેલો છે,હિઝબુલ્લાહનું નેટવર્ક સીરિયા અને ઇરાક જેવા મધ્ય પૂર્વના અન્ય શિયા જૂથો અને દેશોમાં પણ વિસ્તરે છે.સીરિયાના ગૃહ યુદ્ધમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.