– નવરાત્રીનો પ્રથમ દિવસ મા દુર્ગાના સ્વરૂપ મા શૈલપુત્રીને સમર્પિત છે,જેને હિમાલયની દિવ્ય પુત્રી કહેવામાં આવે છે.પહેલા નોરતે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે
શારદીય નવરાત્રી ગુરુવાર 3 ઓક્ટોબરથી શુક્રવાર 11 ઓક્ટોબર સુધી ઉજવાશે. સનાતન ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે.નવરાત્રિના 9 દિવસોમાં મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.નવરાત્રીનો પ્રથમ દિવસ મા દુર્ગાના સ્વરૂપ મા શૈલપુત્રીને સમર્પિત છે,જેને હિમાલયની દિવ્ય પુત્રી કહેવામાં આવે છે.શૈલ એટલે પર્વત તેથી માતાના આ સ્વરૂપનું નામ શૈલપુત્રી પડ્યું છે.પહેલા નોરતે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવી શૈલપુત્રીને સફેદ રંગનું ભોજન અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.ભક્તો મા શૈલપુત્રી પાસેથી તેમના જીવનમાં શક્તિ અને સમૃદ્ધિ માંગે છે.દેવીના આ અવતારને પવિત્રતા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે.માતા શૈલપુત્રી સફેદ વસ્ત્રો પહેરે છે અને તેમને આ રંગ ખૂબ જ ગમે છે.
માતા શૈલપુત્રીને સફેદ વસ્તુઓ પસંદ છે
માતા શૈલપુત્રીને સફેદ રંગ પસંદ છે.તેથી પહેલા નોરતે માતાની પૂજામાં સફેદ રંગની બરફી, ઘરે બનાવેલી ખીર કે રબડી અર્પણ કરી શકાય છે.ધાર્મિક માન્યતાઓ અનુસાર જો આ પ્રસાદ માતાને ચઢાવવામાં આવે તો તે જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
મા શૈલપુત્રીને પ્રસન્ન કરવા કરો આ મંત્રનો જાપ
या देवी सर्वभूतेषु शैलपुत्री रूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।
वन्दे वंचित लाभाय चन्द्रार्धा कृतशेखरम्,
वृषारूढं शूलधरं शैलपुत्रीं यशस्विनीम्।
वन्दे वांच्छितलाभाय चन्द्रार्धा कृतशेखरम्,
वृषारुधं शूलधरं शैलपुत्रीं यशस्विनीम्।।