કોરોના વાયરસનો વિશ્વભારમાં પ્રકોપવધી રહ્યો છે, ત્યારે (corona) અમેરિકામાંથી એક ચેતવણી આપતા સમાચારો સામે આવ્યાં છે. અમેરિકાના સર્જન જનરલ જેરોમ એડમ્સ ચેતવ્યાં છે કે આવનારા આઠવાડીય ઘણાં જ દુઃખી કરનારા હશે. તેઓએ કોરોના સંકટની તુલના અમેરિકા પર થયેલાં 9-11 આતંકી હુમલાઓ સાથે કરી છે. અમેરિકાના(corona) સર્જન જનરલ જેરોમ એડમ્સે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણને પગલે આવનારુ સપ્તાહ મોટા ભાગે અમેરિકાના લોકો મોટે ઘણું દુઃખદાયક નિવડશે. અમેરિકામાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ લાખને પાર કરી ચુકી છે.
અમેરિકામાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ લાખને પાર
જ્યારે કે તેના કારણે મરનારાઓની સંખ્યા 8400ને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 3500 જેટલાં મોત ન્યૂયોર્ક સ્ટેટમાં થયા છે. એડમ્સે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે આ અમારુ પર્લ હાર્બર હશે, જે 9-11 જેવું હશે, માત્ર ફરક એટલો જ હશે કે આ સ્થાનિક નહીં હોય. તેઓએ કહ્યું આ સંકટની ઝપેટમાં આખો દેશ હશે. અમેરિકામાં કેટલાંક રાજ્યોએ લોકોને ઘરમાં જ રહેવાના આદેશનો ઈનકાર કરી દીધો છે.
અમેરિકામાં તેજીથી વધી રહ્યા છે આંકડા
ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં Covid-19 ના કેસ સતત વધી રહ્યા છે. જેથી અમેરિકાના શહેરો પણ સુનસાન થઈ ચૂક્યા છે અને અધિકારી લોકો અને અર્થવ્યવસ્થા પર થનાક નુકસાન પર અંકુશ લગાવવાની રીત શોધી રહ્યા છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે અને હાઈડ્રોક્સીક્સોરોક્વીન ટેબલેટ્સ ઉપલબ્ધ કરવા માટે અપીલ પણ કરી છે.