સુરતમાં કોરોનામા વધુ બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક 16 પર પહોંચ્યો

303

– શંકાસ્પદ કોનામા નવા 5 દર્દી ઝપેટમાં, 8 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા

સુરત, તા. 06 એપ્રિલ 2020, સોમવાર

સુરતમાં નો ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા રાંદેરનો આધેડ અને રાંદેરની મહિલાના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.આ સાથે શંકાસ્પદ કોનામાં નવા 5 વ્યક્તિઓ સપડાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે જ્યારે આઠ વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ ન્યુ રાંદેર રોડ અમન રેસિડેન્સીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા 52 વર્ષીય અહેશાન રસીદ ખાન ગત તારીખ 26 મી શરદી ખાંસી તાવ જેવી તકલીફ થઈ હતી. જેથી સારવાર માટે તેમને ખાનગી દવાખાનામાં ગયા હતા બાદમાં ગઈ તારીખ 3 જીએ નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે ગઈ કાલે તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જોકે અહેસાન સુરતની બહાર ગયા નથી પણ તે મસ્જિદમાં નમાજ પઢવા ગયા હોવાની હિસ્ટ્રી છે. આ ઉપરાંત રાંદેર ગોરાટ રોડ પર રહેતા 47 વર્ષીય યાસ્મીન અબ્દુલ વહાબ કાપડિયા ગઈકાલે કોરોનાના ચિન્હો દેખાતા જાવા માટે આજે અઠવાલાઇન્સ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જ્યાં તેમનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે યાસ્મીન બેન સુરતની બહાર ગયા નથી જોકે તેમના પતિ અને પુત્ર મસ્જિદમાં નમાજ પઢવા જતા હોવાની હિસ્ટ્રી છે.

આ સાથે સુરત શહેરમાં શંકાસ્પદ કોરોના માં વધુ 5 દર્દી સપડાયા છે જેમાં બે- વૃદ્ધ, એક પુરુષ અને એક મહિલા અને એક બાળક સારવાર માટે નવી સિવિલ તથા સ્મીમેર હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 8 દર્દી ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

અત્યાર સુધીમાં સુરત શહેરમાં શંકાસ્પદ કોરોનામા લપેટમાં આવેલા 205 દર્દી પૈકી 16 પોઝિટિવ આવ્યા અને બે વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 188 નેગેટિવ આવ્યા અને 2 રિપોર્ટ પેન્ડિંગ છે. જ્યારે સુરત જિલ્લામાં બે દર્દી અને સુરત શહેરના 16 દર્દી મળી કુલ 18 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

Share Now