મુંબઈ : આગામી સપ્ટેમ્બર માસમાં રિલીઝ થનારી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટીઝર બદલવામાં આવ્યું છે.જૂના ટીઝરમાં રણબીર કપૂરનું નામ પહેલાં હતું અને અમિતાભનું બાદમાં હતું.હવે નવા ટીઝરમાં અમિતાભનું નામ પહેલાં દર્શાવવામાં આવ્યું છે.બોલિવુડમાં ટાઈટલ સિકવન્સમાં મોટાભાગે એ લિસ્ટર કલાકારોની યાદીમાં સૌથી સિનિયર હોય તેનુું નામ પહેલાં મુકાતું હોય છે.જોકે,ઘણીવાર ફિલ્મના મુખ્ય કલાકારો કે સેલેબલ કલાકારોની રીતે પણ ક્રેડિટ લાઈન ગોઠવાતી હોય છે.
બ્રહ્માસ્ત્રના ડાયરેક્ટર અયાન મુખર્જીએ પહેલું ટીઝર રિલીઝ કર્યું ત્યારે રણબીર કપૂરનું નામ સૌથી પહેલાં મુકાયું હતું.હવે નવાં રિલીઝ કરાયેલાં ટીઝરમાં અમિતાભ બચ્ચનનુ નામ પહેલાં મુકાયું છે.આ ચેષ્ટાનાં અનેક અર્થઘટન થઈ રહ્યાં છે.બોલિવુડના સૂત્રોના જણાવ્યા અનુસાર અમિતાભ બચ્ચન મેગાસ્ટાર તરીકે ક્રેડિટ લાઈનમાં સૌ પ્રથમ નામના હક્કદાર છે.પહેલાં ટીઝરમાં તેમનું નામ રણબીરની પછી મુકવામાં આવ્યું એ ભૂલ જ હતી.સારું થયું કે મેકર્સ એ પોતાની ભૂલ સુધારી છે.શક્ય છ ે કે અમિતાભે ખુદ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હોય.
જોકે,અમિતાભ અને આ ફિલ્મના પ્રોડયૂસર કરણ જોહરની માર્કેટિંંગ સ્ટ્રેટેજીઓથી વાકેફ સૂત્રો કહ છે કે આ કદાચ પ્રમોશનનો એક તુક્કો પણ હોઈ શકે છે.આ રીતે ટીઝર બદલવું અને નામ આગળ-પાછળ કરવું તેનાથી દર્શકોને કોઈ ફરક પડતો નથી.પરંતુ એ બહાને પ્રોજેક્ટની થોડીઘણી ચર્ચા વધે તેમ મેકર્સ ઈચ્છતા હોય છે.બ્રહ્માસ્ત્રને તો મહત્તમ પ્રમોશનની જરુર છે.આ ફિલ્મનું બજેટ ૩૦૦ કરોડ કરતાં વધી ચુક્યું છે. પાંચ વર્ષથી બની રહેલી ફિલ્મ માટે લોકો ઉત્સુકતા ગુમાવી ચુક્યા છે.આથી દર્શકોનો રસ ફરી જગાડવા માટે અનેક રીતે પ્રમોશન કરવામાં આવે તે સ્વાભાવિક છે.