મુંબઈ,તા.૨૪
મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલ ‘નમસ્તે ટ્રમ્પ’ ઈવેન્ટમાં યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર બોલિવૂડની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું, આખી દુનિયાના લોકો બોલિવૂડ ફિલ્મ્સના મ્યૂઝિક તથા ડાન્સ-ભાંગડાને એન્જોય કરે છે. ખાસ કરીને ક્લાસિક ફિલ્મ ‘ડીડીએલજે’ તથા ‘શોલે’ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે એક દિવસ પહેલાં જ ગે સબ્જેક્ટ પર બનેલી આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘શુભ મંગલ ઝયાદા સાવધાન’ના વખાણ કર્યાં હતાં.
બ્રિટિશ સોશિયલ એક્ટિવિસ્ટ પીટરે આયુષ્માન ખુરાનાની ફિલ્મ સાથે સંકળાયેલ એક આર્ટિકલ શૅર કર્યો હતો. ટ્રમ્પે પીટરની ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યું હતું, ગ્રેટ. ડોનાલ્ટ ટ્રમ્પની ટ્વીટ પર પીટરે કહ્યું હતું, આ ટ્રમ્પની ટ્વીટ માત્ર એક પીઆર સ્ટંટ નથી પરંતુ એલજીબીટી મુદ્દાને ગંભીરતાથી લેવાની શરૂઆત છે.
૦૦મોદી કસોટીઃ ટ્રમ્પ ઓછી માયા નથી, બાટલામાં ઉતરશે કે કેમ……?
(જી.એન.એસ,હર્ષદ કામદાર)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર સીધો જ ગુજરાત રાજ્યના અમદાવાદ ખાતે આવી પહોંચ્યો ત્યારે સરકારના આયોજન અનુસાર તેમનું સ્વાગત નોંધનીય બની રહ્યું. તેમનો રોડ શો પણ જનસંખ્યાની જાહેરાત અનુસાર નહીં પરંતુ આકર્ષક જરૂર રહ્યો. ત્યારે લોકો જે આશાથી ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીને આવકારવા આવ્યા હતા તેઓ આ બંને મહાનુભાવોમાંથી કોઈના ચહેરા જોવા ન મળતા નિરાશ થયા હતા… અને મોદી-ટ્રમ્પનો કાફલો પસાર થઈ જતા લોકો ટીકા કરતાં પોતાના ઘર તરફ આકરા તાપમાં પરત ફરતા ઝડપથી ચાલવા લાગ્યા હતા… લોકોનું કહેવું હતું કે રૂપિયા ૧૫૦ કરોડનો ખર્ચ કર્યા પછી ટ્રમ્પનો પરિવાર તેમજ આપણા વડાપ્રધાનના દર્શન ન થયા તો ખર્ચ કરવાનો અર્થ શો….? આખરે તો આ ખર્ચનો બોજો પ્રજા ઉપર જ પડવાનો છેને…? ત્યારે કેટલાક પરિવારજનોને જણાવ્યું હતું કે અમારા સંતાનો કે જેઓ ધોરણ ૧૧ માં ભણે છે તેમને શાળામાં સવારે છ વાગ્યે બોલાવ્યા હતા પરંતુ શાળાના ડ્રેસમાં નહીં પરંતુ રૂટીન કપડા પહેરીને શાળાએ પહોંચવાનું હતું… અને અમે પહોંચાડયા. શાળામાંથી બસ દ્વારા સ્ટેડિયમ લઈ જવાયા જયાં માત્ર મારા બાળકો ભણે છે તે એક જ શાળા નહીં પરંતુ રાજ્યભરની શાળાઓમાંથી ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓને ખાસ લાવવામાં આવ્યા હતા… ત્યારે અમદાવાદ- અમદાવાદ જિલ્લાની શાળાઓના આવો જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. અને તમામને કેપ આપવામાં આવી હતી. જેના કારણે આમંત્રિતો અને વિદ્યાર્થીઓથી સમગ્ર સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. ત્યારે રાજ્યભરમાંથી બસોમાં કે વિવિધ વાહનોમાં લાવવામાં આવેલા ટ્રાફિક જામના કારણે મોડા પડેલાઓને જ્યાથી મોદી- ટ્રમ્પ પસાર થવાના હતા તે રસ્તા પર ઉતારી દેવાયા હતા.. છતા આયોજન ઘણું સરસ હતું. હવે જોવાનું એટલુજ છે કે ટ્રમ્પ વેપાર કરીને જાય છે…? ભારતને કંઈક આપે છે કે કેમ….?
ગુજરાતના શિક્ષિતો- રાજકારણીઓમાં એ ચર્ચા રહી હતી કે જેઓને આમંત્રણ ના આપ્યું હોય પરંતુ પરંતુ રાજીવજી અને માધવસિંહનો આભાર… જયકૃષ્ણભાઈ, મૃગેશભાઈ, પારુલબેન ૧૯૮૩માં મોટેરા સ્ટેડિયમના શિલ્પીઓ રહ્યા છે તે વાત ભૂલી જવાય છે…!! ત્યારે કદાચ ટ્રમ્પે જે લોક મેદનીની આશા રાખી હતી તે નહીં થાય તો…..? ઉપરાંત ટ્રમ્પે ગુજરાત આવતા પહેલા અલગ અલગ સમયે જાહેરમા કહેલું હતું કે ભારત સાથે કોઈ મોટી વ્યાપાર ડિલ કરવામાં નહિ આવે, ભારતનો વ્યવહાર આપણી સાથે સારો નથી, પરંતુ મોદી મારા ખાસ સારા મિત્ર છે, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે પૂછીશ, સીએએ- એનઆરસી મુદ્દે ખુલાસો માગીશુ…આવી વાતો જગજાહેર કર્યા બાદ ભારતને રાજી રાખવા તેમણે કહ્યું હતુ કે પાકિસ્તાને ભારત સાથે મિત્રતા રાખવા ત્રાસવાદ ખતમ કરવો જ પડશે. અને આવી વાતોની ગુજરાતના જાગૃત નાગરિકો પર સવિશેષ અસર પડી હતી.. જેથી મોટાભાગના લોકો ટ્રમ્પના કાર્યક્રમમાં હાજર ન રહે તેવી સ્થિતિ બની રહી હતી…..! તો ગુજરાતના સાંસદો, ધારાસભ્યો, ભાજપના નેતાઓ અને નગરસેવકોએ માણસોને એકઠા કરવા તનતોડ પ્રયાસો કર્યા….. પણ તેમને પરસેવો વળી જાય તેવી સ્થિતી બનતા… ગૃહમંત્રી અમિત શાહને ગુજરાત દોડાવ્યા અને તેમણે જે પ્રકારે લોકોને લાવવાનું આયોજન વ્યવસ્થા ગોઠવી તેનાથી ટ્રમ્પ કદાચ ખુશ થઇ શકે….! પરંતુ દિવાલ પાછળની ઝૂંપડપટ્ટી સેટેલાઇટથી ટ્રમ્પ જોઈ લેશે… કારણ મચ્છુ હોનારતની જાણ સેટેલાઇટ દ્વારા અમેરિકાને થઈ હતી અને તેણે ભારત સરકારને જાણ કરી હતી. જોકે ટ્રમ્પ અહી મહેમાન બનીને આવ્યા છે ત્યારે અમેરિકાના એચ-વનબી વિઝા ધરાવતા ભારતીય ઇમિગ્રન્ટની મુશ્કેલીઓ વધી જવાની છે…. કારણ કે અમેરિકામાં કાયદેસર ઈમિગ્રન્ટોને મળતા સરકારી તમામ લાભો આજથી બંધ થઈ જવાના છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ એચ-વનબી વિઝા નિયમો વધુ કડક બનાવ્યા છે. ત્યારે એક નવો નિયમ *એમ્પલોયરે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે* દાખલ થયો છે. હવે અમેરિકામાં સૌથી વધુ ગુજરાતના લોકો રહે છે જ્યારે બીજા ક્રમે દક્ષિણ ભારતના લોકો આવે છે. અને ટ્રમ્પને એવી આશા છે કે ગુજરાતમાં જઈશ એટલે ગુજરાતી અમેરિકાના મત મળીજ જશે….! પરંતુ ગુજરાતીઓનાં દિમાગ-દૂરંદેશીતા,વિચારને તેઓ સમજી શક્યા નથી…..!!આ બાબતની સમજ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂટણીના પરિણામો પછીજ…..!
દિલ્હીના રાજકીય પંડિતો માં ચર્ચા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવે તેમા કોઈને વાંધો ન હોઈ શકે.. તેમાં પણ એક સમયે મોદીને વીઝા ન આપનારા અહીં આવે તે આનંદની વાત છે… પરંતુ ટ્રમ્પની નીતિ અમેરિકાના હિતની જ રહેશે એટલે ભારતને ફાયદો થાય તેવી આશા રાખવી નકામી છે…..! છતાં લાલો લાભ વગર લોટે નહીં તે અનુસાર ટ્રમ્પ ભલે એવું કહેતા હોય કે ભારત સાથે કોઈ વ્યાપાર ડીલ કરવામાં નહીં આવે…. પરંતુ અમેરિકન કંપનીઓ ભારતના ખરીદદારોને છોડવા નથી માગતા…. અને ભારતને પણ વ્યાપાર કરવાની ગરજ છે…! અને વેપારી જગત પણ કહે છે કે કદાચ ભારત ટ્રમ્પને બાટલામાં ઉતારી દે…..પરંતુ ટ્રમ્પ ઓછી માયા નથી…..! છતાં ભારતના વેપારીઓ ટ્રમ્પ જે ભાષણ કરે કે વાર્તા કરે તેના પર જ નજર મંડાઇ હશે… કારણ આ તો વેપારી સમાજ છે…. બધું ગણિત મૂકે અને જો એકના ચાર થતાં હોય તોજ વેપાર ધંધામાં હાથ નાખશે…. ત્યારે બે દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટમાં પૂર્વ માહિતી કમિશનરે નિવેદન આપ્યું કે શાહીબાગના રસ્તાઓ આંદોલનકારી મહિલાઓને કારણે બંધ નથી… પરંતુ પોલીસને કારણે બંધ છે, પોલીસે જ બંધ કર્યા છે. તેની અદાલતે ગંભીર નોંધ લીધી છે…. અને આ વાતની અસર સરકારને થયા વગર રહે નહિ….. અને આવા સમયે જ ભાજપાના નેતા કપિલ મિશ્રાએ શાહીનબાગ નજીક આવેલા જાફરાબાદમાં સીએએ-એનઆરસી તરફેણ કરતી રેલીની આગેવાની લીધી … અને સૂત્રોચ્ચાર કરતી ૩૦૦ ઉપરાંત લોકોની આ રેલી સીએએ વિરોધીઓની સામે આવી જતા ભારે હંગામો મચી ગયો હતો…. અને પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી.. ત્યારે પોલીસે ટીયરગેસ છોડતા મામલો કાબુમાં આવ્યો હતો… પરંતુ તેના ઘેરા પ્રત્યાઘાત દિલ્હીના લોકોમાં પડયા છે… તેઓ સવાલ કરે છે કે શું નેતાઓ દિલ્હીને સમરાંગણ બનાવવાનું ચાહે છે…..? વંદે માતરમ્…
આખી દુનિયા બોલિવૂડના મ્યૂઝિક અને ડાન્સ-ભાંગડાને એન્જોય કરે છે : ટ્રમ્પ
Leave a Comment

