કોરોના વાયરસને લઈને ચીને કરેલી ગંભીર ભૂલ આજે અમેરિકાને ભારે પડી રહી છે. ચીને પહેલા કોરોના વાયરસની વાત જ છુપાવી. તેમ ઓછું હોય તો આ દરમિયાન કોઈ જાણકારી બહાર આવે તે પહેલા જ લગભગ 4,30,000 લોકો ચીનથી જતી સીધી ફ્લાઈટથી અમેરિકા પહોંચ્યા હતાં. જેમાં અનેક લોકો એવા હતાં જેઓ વાયરસના કેન્દ્ર વુહાનથી સીધા અમેરિકા પહોંચ્યા હતાં.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો ત્યાં સુધીમાં તો ચીનથી લગભગ 1300 સીધી ફ્લાઈટ અમેરિકના 17 રાજ્યોમાં પહોંચી ચુકી હતી અને લાખો ચીની અમેરિકાની ધરતી પર હતાં.
ચીનના વુહાનમાંથી કોરોના વાયરસનો ફેલાવો થયો હતો. હવે આ વાયરસે અમેરિકાને પોતાનું મુખ્ય મથક બનાવી દીધું હોય તેમ અહીં ભારે કોહરામ મચાવી રહ્યો છે. આ માટે ચીને દાખવેલી ગંભીર ભુલ આજે 34 કરોડ અમેરિકીઓ ભોગવી રહ્યાં છે. એક અહેવાલ પ્રમાણે ચીનના અધિકારીઓ દ્વારા નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય અધિકારીઓ સમક્ષ આ પ્રકોપનો ખુલાસો ન્યોમોનિયા જેવી રહસ્યમયી બિમારી ગણાવી તરીકે કર્યો હતો. ત્યાર બાદ લગભગ 4,30,000 લોકો ચીનીઓ સીધી ફ્લાઈટ દ્વારા અમેરિકા પહોંચી ચુક્યા હતાં.
બંને દેશોમાં એકત્ર કરવામાં આવેલા આંકડા પ્રમાણે તેમાં 40,000 તો એવા લોકો હતાં જેમને આવી યાત્રા પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી પ્રતિબંધ લગાવ્યો તેના બે મહિના સુધી પણ મુસાફરી કરી હતી.
તેમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, હવાઈમથકો પર અને ચીનથી આવી રહેલા યાત્રીઓની તપાસ પ્રક્રિયા વધારે આકરી રીતે કરવામાં નહોતી આવી. જાન્યુઆરીના શરૂઆતના દિવસોમાં જ્યારે ચીની અધિકારી કોરોનાની ગંભીરતાના પ્રકોપને હળવાશથી લઈ રહ્યાં હતાં, ત્યારે ચીનથી આવનાર કોઈ પણ મુસાફરની તબીબી તપાસ નહોતી કરવામાં આવતી. જેથી કોણ કોરોના વાયરસથી સંક્રમિત છે કે કેમ તે જાણી જ ના શકાયું.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, વિદેશી નાગરિકોનું મેડિકલ ચેકઅપ જાન્યુઆરીના મધ્યમાંથી શરૂ કરવામાં આવ્યુ પણ તે પણ માત્ર વુહાનથી આવનારા મુસાફરોનું અને તે પણ માત્ર લોસ એંજલસ, સાન ફ્રાંસિસ્કો અને ન્યૂયોર્ક એરપોર્ટ પર જ. અહેવાલમાં ચીનની વિમાન ડેટા કંપની વારીફ્લાઈટના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, તે સમયે લગભગ 4000 લોકો પહેલા જ વુહાન શહેરથી સીધા અમેરિકા આવી ચુક્યા હતાં.