દેશમાં 15 એપ્રિલથી આ શરતો સાથે ખુલી શકે છે લોકડાઉન, આ સરકારે કરી લીધી તમામ તૈયારીઓ

600

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉન છે. બજારો બંધ છે. ટ્રેનો, બસો, વિમાન, ટેક્સી તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ પણ બંધ રાખવામાં આવી છે. એવામાં સરકારે લોકડાઉન ખોલવાની તૈયારી અંગે ચર્ચા શરૂ કરી દીધી છે. શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સંદર્ભમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં કહેવાયું હતું કે લોકડાઉન ખુલવાનો અર્થ એ નથી કે સંપૂર્ણ છૂટ આપવામાં આવશે. યુપી સરકાર 14 એપ્રિલ પછી લોકડાઉન હટવાને પગલે કેટલાક નિયમો બંધ જ રાખવામાં આવશે. એનો મતલબ અફરાતરફીને અટકાવવા સાથે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવાનો છે.
શાળા કોલેજો બંધ રહેશે, ફસાયેલા લોકોને પ્રાધાન્ય મળશે

સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ચોક્કસ સમયગાળા માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અને કોલેજો બંધ રાખશે પરંતુ તકનીકી અને વ્યવસાયિક કોલેજો ખોલવાની તૈયારી કરી રહી છે. જ્યારે લોકડાઉન ખુલશે, ત્યારે સૌથી પહેલા એવા લોકોને આવવા જવાની સુવિધા કરી આવામાં આવશે જેઓ ઘણાં દિવસથી અટવાઈ ગયા છે. અને ઘરેનથી પહોંચી શક્યા. તેમના માટે પહેલા મર્યાદિત રીતે પરિવહન સેવાઓ શરૂ કરવામાં આવશે.

મોલ, મલ્ટિપ્લેક્સ બંધ રહેશે પરંતુ બજારો ખુલશે

લોકડાઉનના અમલ બાદ એક સાથે બજારો ખોલવાને બદલે ધીમે ધીમે રેગ્યુલર કરવામાં આવશે. સૌથી પહેલા બજારો અને માર્કેટયાર્ડો ખુલ્લા કરવામાં આવશે.સામાનમાં મલ્ટિપ્લેક્સને બાકાત રાખવાની યોજના છે. મુખ્ય પ્રધાન કહે છે કે ડીએમ અને એસપી એ પહેલા લોક ડાઉન હટાવ્યા પછી પરિસ્થિતિનું આકલન કરશે. તે પછીથી ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો સામનો કરી શકાય. સરકારનું લક્ષ 15 એપ્રિલ પછીથી ક્યાંય પણ કોઈ જાતની ભીડભાડ ન થાય તે રહેશે. હાલના સમયની તમામ સાવચેતીનું કડક પાલન કરવામાં આવશે. આમાં સમૂહમાં ન નીકળવાથી લઈને સેનિટાઈઝેશનનો સમાવેશ તશે.

ઓછા સંક્રમણવાળા જિલ્લાઓમાંથી પહેલા દૂર થશે લોકડાઉન

કોરોના વાયરસનો ચેપ અપેક્ષા કરતા ઘણો ઓછો છે ત્યાં સરકાર પ્રથમ લોકડાઉનને દૂર કરશે. કોરોના સંક્રમણના હોટસ્પોટ ગણાતા વિસ્તારોની અલગથી ઓળખ કરવામાં આવશે. સૂત્રોના મુજબ તબલિગી જમાતથી સંક્રમિત લોકો કેટલાય જિલ્લામાં પહોંચી ચૂક્યા છે. જેના કારણે કોરોના સ્પોટ બન્યા છે. આવા લોકોને કારણે ખાસ જિલ્લાઓ અથવા ચોક્કસ વિસ્તારોની પૂરતી તપાસ ન થાય ત્યાં સુધી અમુક જિલ્લાઓ પર પ્રતિબંધ જ મૂકવામાં આવશે. મુખ્યમંત્રીએ 15 જિલ્લાઓમાં અ઩ે પછીથી આખા ઉત્તર પ્રદેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. 24 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની દેશભરમાં જાહેરાત કરી લોકોને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું કહ્યું હતું. વડા પ્રધાને તાજેતરમાં 14 એપ્રિલ પછી લોક ડાઉન હટાવવાના સંકેત આપ્યા છે.

લોકડાઉન પૂર્ણ થયા પછી પણ સોશ્યલ ડિસ્ટન્સ બનાવી રાખો

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જો 15 એપ્રિલથી લોકડાઉન ખુલે છે, તો તે સ્થિતિ ખૂબ જ પડકારજનક હશે. દરેક વ્યક્તિએ વ્યક્તિગત રીતે તેની કાળજી લેવી મહત્વપૂર્ણ છે. આવી રીતે, કોઈ પણ જ્યાં ફસાયા છે ત્યાંથી પોતાના ઘરે આવવાનો પ્રયત્ન કરશે. આ પરિસ્થિતિઓમાં સામાજિક અંતરનો અમલ અત્યંત પડકારજનક હશે. હવે તેના માટે અત્યારથી જ એક્શન પ્લાન તૈયાર કરો. શાળાઓ, કોલેજો, જુદા જુદા બજારો અને મોલ્સ ક્યારે અને કેવી રીતે ખોલવા તેની યોજનાઓ તૈયાર કરો. સીએમે શુક્રવારે ટીમ -11 ના અધિકારીઓ સાથે લોક ડાઉન ખોલવાની સ્થિતિ અંગે ચર્ચા કરવા બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે દરેક જરૂરિયાતમંદોને અન્ન આપવા માટે સમયાંતરે એનજીઓની પણ મદદ લેવી જોઇએ. સંબંધિત જિલ્લાના ડી.એમ. સાથે સંકલન કરીને આંગણવાડીનો પોષક આહાર દરેક ઘરે પહોંચાડવો.

1000 કરોડ રૃપિયાનું કોરોના સંક્રમણ માટે ફંડ

સરકાર 1000 કરોડ રૃપિયાનું કોરોના સંક્રમણ માટે ફંડ તૈયાર કરશે. આ ફંડથી ટેસ્ટિંગ લેબની સુવિધાઓ વધારવામાં આવશે. તેમજ ઈલાજ માટે જરૃરી વધારાના સાધનો, વેંટીલેટર, માસ્ક પીપીઈ ( પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ ) વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફંડમાં સરકાર તો મદદ કરશે જ પરંતુ અન્ય લોકો તેમજ કોર્પોરેટ ઉદ્યોગોના લોકો પાસેથી પણ મદદ લેવામાં આવશે. તમામ રીતે 24 સરકારી મેડિલક કોલેજોમાં તપાસની સુવિધાઓ પ્રદાન કરાશે.

Share Now