કોરોના વાયરસનો કહેર ગુજરાતમાં વધી રહ્યો છે, આ વૈશ્વિક મહામારીને કારણે ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 165 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 19 નવા કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે.
આજે એક પણ મૃત્યુ થયુ નથી. આજે 1 વ્યક્તિ ડિટ્ચાર્જ પણ થઈ ગયા છે. 126 જેટલા લોકો સ્ટેબલ છે. 4 વ્યક્તિને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. પાટણમાં 3 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં 3040 ટેસ્ટ કર્યા છે. આજે એક પણ મૃત્યુ થયુ નથી. આજે 1 વ્યક્તિ ડિટ્ચાર્જ પણ થઈ ગયા છે. 126 જેટલા લોકો સ્ટેબલ છે. 4 વ્યક્તિને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. પાટણમાં 3 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. 3040 ટેસ્ટ કર્યા છે.
પાટણમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે..અને આજે વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ પાંચ પોઝીટીવ કેસ થયો છે. અને જિલ્લો રેડ ઝોનમાં આવી ગયો છે.સિદ્ધપુરના નેદ્રા ગામના કેટલાક સેમ્પલ લેવાયા હતા..તેમાં ત્રણ યુવાનોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.. પાટણ જિલ્લામાં 72 કલાક પહેલા પ્રથમ કેસ નોંધાયો હતો..જે બાદ તે યુવકની ટ્રાવેલ હિસ્ટ્રીચેક કરતા તેની સાથે 14 લોકો સંપર્કમાં આવ્યા હતા. તેઓના સેમ્પલ લઈને ચકાસણીમાં નોંકલ્યા હતા..જે આવવાના હજુ બાકી છે..
પાટણના સિદ્ધપુરના ત્રણ યુવાનોને પોઝીટીવ કેસ નોંધાયા
રાજ્યભરમાં કોરોનાના સંક્રમણની સંખ્યા વધી રહી છે.ત્યારે (CORONA) સાબરકાંઠાના હિંમતનગરમાં કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો છે. સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં નોકરી કરતા કર્મચારીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. રાતે (CORONA) સાડા અગિયાર વાગ્યે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યુ અને યુવાન સાથે સંકળાયેલા 22 લોકો ક્વોરન્ટીન કરાયા હતા.
સાબરકાંઠાના હિંમતનગરમાં કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયેલા જમાતીઓના કારણે રાજ્યમાં પણ કોરોનાનો વ્યાપ વધ્યો છે ત્યારે અમદવાદ 6 , વડોદરાના બે, ભાવનગર, સુરતનો એક વિસ્તાર સરકારે કલસ્ટર ક્વોરન્ટીન કર્યો છે. જેથી કોરોનાને પ્રસરતો અટકાવી શકાય. અમદાવાદમાં બાપુનગર , કાલુપુર, દરિયાપુર, દાણીલીમડા અને શાહઆલમ સહિતના છ વિસ્તારો કલસ્ટર ક્વોરન્ટીન કર્યો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના કેસમાં ઉછાળો
દેશભરમાં કોરોના વાયરસના કેસમાં અચાનક મોટો ઉછાળો આવ્યો અને આંકડાઓ અત્યંત ચિંતાજનક જણાઈ રહ્યા છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 4200 ને પણ પાર થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક પણ 100 ને પણ પાર પહોંચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં હવે કોરોના કેસોની સંખ્યા 4281 થઈ ગઈ છે. જ્યાકે રે મૃત્યુઆંક વધીને 111 નોંધાયો છે જેને પગલે રાજ્યોને વધુ સતર્ક રહેવાની સુચના જાહેર કરવામાં આવી છે.