નવી દિલ્હીઃ ભારત સરકાર ખતરનાક કોરોના વાયરસ ની સારવારમાં પ્રભાવી મલેરિયાની દવા હાઇડ્રોક્લોરોક્વીન (Hydroxychloroquine) અને પેરાસિટામોલના નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધોને હટાવવા માટે તૈયાર થઈ ગયું છે.વિદેશ મંત્રાલય એ સૈદ્ધાંતિક રીતે નિર્ણય લીધો છે કે કોરોના વાયરસથી પ્રભાવિત અમેરિકા સહિત પડોશી દેશોને આ જરૂરી દવાઓની સપ્લાય કરવામાં આવશે.
વિદેશ મંત્રાલયે મંગળવારે જાણકારી આપી છે કે કોરોના મહામારીથી હાલ ભારત સહિત વિશ્વના તમામ દેશ સંઘર્ષ કરી રહ્યા છે.એવામાં આ સંકટમાં માનવીય આધારે અમે નિર્ણય લીધો છે કે પડોશી દેશોને હાઇડ્રોક્લોરોક્વીન અને પેરાસિટામોલ દવાઓને પૂરતી માત્રામાં સપ્લાય કરવાની મંજૂરી આપવામાં આવે.
ટ્રમ્પની ચેતવણીઃ ભારતે જો દવા ન મોકલી તો અમેરિકાનો બદલો સહન કરવો પડશે
મૂળે,અમેરિકા, બ્રાઝીલ, સ્પેન અને જર્મની સહિત લગભગ 30 દેશોથી કોરોના સંકટ દરમિયાન હાઇડ્રોક્લોરોક્વીનની નિકાસ માટે રજૂઆત કરવામાં આવી છે અને તેમાંથી મોટાભાગના દેશોએ પ્રતિબંધ હટાવવા માટે ભારત પાસે માંગ કરી હતી.ત્યારબાદ ભારત સરકારે આ નિર્ણય લીધો છે.
ક્લોરોક્વીન શું છે?
હાઇડ્રોક્સીક્લોરોક્વીન ટેબ્લેટ્સનો ઉપયોગ ભારતમાં મલેરિયાની સારવારમાં કરવામાં આવે છે.ક્લોરોક્વાઇન ક્વવિનાઇનનું સિન્થેટિક રૂપ છે જે સિકોના છોડની છાલમાંથી મળે છે.તે દક્ષિણ અમેરિકામાં તાવની દવા તરીકે ઉપયોગમાં લેવાય છે.ક્લોરોક્વાઇન પહેલીવાર 1930માં સિન્ટેટિક તરીકે બની હતી. જે દેશોમાં આ દવાઓ પર શોધ થઈ રહી છે તેમાં અમેરિકા સહિત ચીન અને ફ્રાન્સ જેવા દેશ પણ સામેલ છે.
શું તેના ઉપયોગથી ફાયદો થઈ રહ્યો છે?
થોડાક દિવસો પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે મલેરિયાની દવાઓને ગેમ ચેન્જર કહી હતી.અમેરિકાના શહેર કનસાસ સિટીમાં તેને લઈને ડૉક્ટર જેફ કૉલયરે કેટલીક શોધ કરી છે.તે શોધ મુજબ, હાઇડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquine) અને એજિથ્રોમાસિન (azithromycin)ના મિશ્રણની અસર દર્દીઓ પર જોવા મળી રહી છે. તેઓએ તેનો ઉલ્લેખ વોશિંગટન પોસ્ટમાં પ્રકાશિત આર્ટિકલમાં કર્યો છે.આ ડ્રગ્સનો ઉપયોગ લેબ એન દર્દી બંને સ્થળે કરવામાં આવ્યો છે અને બંને સ્થળે સારા પરિણામ સામે આવ્યા છે. ડૉક્ટરે લખ્યું કે,કેટલાક આંકડા દર્શાવી રહ્યા છે કે બે ડ્રગ્સના ઉપયોગથી દર્દી પર સારી અસર જોવા મળી રહી છે.હું જે બ્રેવર અને ડૈન હિર્થોન અમે બધા જે દર્દીઓની આ દવાથી સારવાર કરી રહ્યા છીએ અને તેનાથી તેમાં ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળી રહ્યું છે.અમેરિકાના જ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને અન્ય વિશેષજ્ઞોએ કહ્યું કે પહેલાના ટેસ્ટોમાં એ સુનિશ્ચિત કરવું પડશે કે આ દવાઓ સામાન્ય દર્દીઓ માટે અસરકારક અને સુરક્ષિત છે.
મોટાપાયે ટેબ્લેટ્સની થઈ રહ્યું છે પ્રોડક્શન
ડ્રગ્સ ડૉટ કૉમ મુજબ,અમેરિકામાં હાઇડ્રોક્સીક્લોરોક્વીનની કિંમત 6.63 ડૉલર છે એટલે કે લગભગ 500 રૂપિયા.ફાર્મા કંપની બેયરે કહ્યું છે કે તેઓ અમેરિકાની સરકારને લગભગ 30 લાખ ટેબલેટ્સ ડોનેટ કરશે.વધુ એક કંપની નોવારટિસે કહ્યું છે કે તેઓ એક કરોડ ટેબલેટ્સની સપ્લાય દુનિયાભરમાં કરશે.