22 સપ્ટેમ્બરે સુપ્રીમ કાર્ટે અમદાવાદ પ્લેન ક્રેશન મુદ્દે સુનાવણી હાથધરી હતી તે દરમિયાન પ્રાથમિક રિપોર્ટ લીક થવા બદલ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કાર્ટે એર ઈન્ડિયા ફ્લાઈટ AI171ના ક્રેશ માટે પાયલટને જવાબદાર ઠેરવવાના આરોપને કમનસીબી ગણાવ્યો હતો.આ દુર્ઘટનાની તપાસ દરમિયાન રજૂ કરવામાં આવેલા પ્રાથમિક રિપોર્ટ જાહેર થયો હતો, જેમાં મીડિયાએ પાયલટને જવાબદાર ઠેરવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે મૌખિક ધોરણે નોંધ્યું હતું કે, અમદાવાદ પ્લેન ક્રેશની તપાસનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવો દુર્ભાગ્યપૂર્ણ છે.જ્યાં સુધી સંપૂર્ણ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ગુપ્તતા જાળવવી આવશ્યક છે.ઉલ્લેખનીય છે, સુપ્રીમ કોર્ટમાં 12 જૂન, 2025એ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનું નિરીક્ષણ કરવા માટે સ્વતંત્ર કોર્ટની માગણી કરતી અપીલ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આ દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતાં જેની સુનાવણી જસ્ટિસ સુર્યકાંત અને એન. કોટિશ્વરસિંહ કરી રહ્યા હતાં.
એર ઇન્ડિયા ફ્લાઇટ 171ની ભયાનક દુર્ઘટનામાં 260થી વધુ લોકોનાં મોત થયા હતા.આ ઘટના માત્ર એક દુર્ઘટના નહોતી,પરંતુ સુરક્ષા પ્રણાલીઓમાં રહેલી ખામીઓનો ચોંકાવનારો પુરાવો હતો, જેને લીધે મૃતકોના પરિવારોએ હવે અમેરિકા સ્થિત વિમાન નિર્માતા કંપની ‘બોઇંગ’ અને વિમાનના પાર્ટ્સ બનાવતી કંપની ‘હનીવેલ’ સામે કેસ દાખલ કર્યો છે.આ કેસ ફક્ત નાણાકીય વળતર માટે નથી કરાયો, પણ કંપનીઓને તેમની જવાબદારીનું ભાન થાય અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને એ માટેનો છે.પરિવારોના દાવા અનુસાર વિમાનના ઇંધણ સ્વીચોમાં ખામી રહેલી હતી.પ્રારંભિક તપાસમાં પણ જાણવા મળ્યું હતું કે, સ્વીચ ‘રન’થી ‘કટ-ઓફ’ સ્થિતિમાં ખસી જતાં એન્જિનને જરૂરી ઇંધણ મળ્યું નહીં.પરિણામે વિમાનને મળતો થ્રસ્ટ બંધ થઈ ગયો અને વિમાન ધરાશાયી થઈ ગયું.આમ વિમાનની ડિઝાઇનમાં રહેલી ખામીને લીધે આ ઘાતક દુર્ઘટના સર્જાઈ હતી.