યુવતીની ગેરકાયદે અટકાયત-સરઘસના પ્રકરણથી વિવાદમાં રહેલા અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કડક શબ્દોમાં ઠપકો આપી રહ્યા હોવાનું મનાતો એક ઓડિયો આજે વાઈરલ થયો છે.જેના કારણ રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે.
ઓડિયો ક્લિપ વાઈરલ
આ ઓડિયો ક્લિપમાં પાટીલના અવાજમાં કહેવામાં આવે છે કે, ‘કૌશિક.. તારી છાપ પહેલા સારી હતી પણ હવે ધીમે ધીમે બગડતી જાય છે.. તુ સાચવશે નહીં તો તને ડેમેજ થઈ રહ્યું છે.તારા ત્યાં દુશ્મનો ઘણા બધા છે, હવે પછી ઈમેજ નહીં સુધરશે તો તકલીફ પડશે તને’
મેં તને ફોન કર્યો હતો…
શરૂઆતની 7 સેકન્ડમાં આ ઓડિયો ક્લિપમાં સંભળાય છે કે, ‘કૌશિક મે તને ફોન કર્યો..પછી વોટ્સએપ કર્યો પણ તારો ફોન આવ્યો નહીં.’
સામે કૌશિક વેકરિયાના અવાજમાં જવાબ અપાય છે કે, ‘મારામાં તમારો ફોન હોય તો તો તમને આવી જાયને સાહેબ. સોરી સાહેબ. લીલીયાવાળુ મોકલ્યું હતું તે અધિકારીઓને શોર્ટઆઉટ કરાવી દીધું છે.
મતવિસ્તારમાં ખરાબ છબીની કરી વાત
સામે જવાબ મે છે કે, ‘તમારા જિલ્લાનો કિલ્લો એક સાથે નથી પડતો, ધીમે ધીમે પડે છે… જો તુ આ રીતે ધ્યાન નહીં આપો તો તમારા વિસ્તારમાં મૂશ્કેલી પડશે.આ ઓડિયો ક્લિપની વાતચીતને વેરિફાઈ કરવા માટે ધારાસભ્ય કૌશિક વેકરિયાનો ફોન પર સંપર્ક સાધતા તેમણે ફોન રિસીવ કર્યો ન્હોતો.