બિલ ગેટ્સના પૈસે અમેરિકાએ કરી બતાવી કમાલ, ટુંક સમયમાં જ કોરોના વાયરસના સફાયો!

317

દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસનો નાશ કરવા માટે વૈજ્ઞાનિક વેક્સિન તૈયાર કરવા પર રાત-દિવસ મહેનત કરી રહ્યાં છે. અમેરિકાની એક કંપનીએ માર્ચ મહિનાના મધ્યમાં જ કોરોના વેક્સીન પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ હવે વધુ એક પેંસિલ્વેનિયા બાયોટેક નામની કંપનીએ પણ કોરોના વાયરસનું પરિક્ષણ શરૂ કરી દીધું છે. ઈનોવિયો ફાર્માસ્યૂટિકલ્સ તરફથી તૈયાર કરવામાં આવેલી વેક્સિનને અમેરિકાના ફૂડ એંડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને મંજૂરી આપી દીધી છે.

ઈનોવિયો ફાર્માસ્યૂટિકલ્સ તરફથી તૈયાર કરવામાં આવેલી આ વેક્સિનને બિલ એંડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન અને એપિડેમિક પ્રિપેડેન્સ ઈનોવેશન તરફથી ફંડ આપવામાં આવ્યું છે.
ઈનોવિયો ફાર્માસ્યૂટિકલ્સ તરફથી તૈયાર કરવામાં આવેલી વેક્સિન INO-4800નો ટેસ્ટ સોમવારથી લોકો પર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અમેરિકામાં આ બીજી કંપની છે જેને કોરોના વેક્સિનને માણસો પર ટેસ્ટ કરવાની મંજુરી આપવામાં આવી છે. આ અગાઉ મેસાચુસેટ્સ બાયોટેક મોડર્ને માર્ચના મધ્યમાં જ તેનું પરિક્ષણ માણસો પર કરવાનું શરૂ કરી દીધું હતું.

ટેસ્ટનું સચોટ પરિણામ આવવામાં એક વર્ષ લાગશે

અમેરિકી વૈજ્ઞાનિક ડૉ એંથની ફોસીએ અગાઉ પણ કહ્યું હતું કે, કોરોના સામે લડવા માટે તૈયાર કરવામાં આવનારી વેક્સિન સુરક્ષીત અને પ્રભાવી છે કે કેમ તે જાણવામાં ઓછામાં ઓછું એક વર્ષનો સમય લાગી જશે. ઈનોવિયો ફાર્માસ્યૂટિકલ્સે વેક્સીનનું પરિક્ષણ કરવા માતે 40 સ્વસ્થ્ય લોકોની પસંદગી કરી છે. આ લોકોને વેક્સીનના બે ડોઝ ચાર સપ્તાહ સુધી આપવામાં આવશે. કંપનીને આશા છે કે, ટૂંક સમયમાં જ આ વેક્સીનના સકારાત્મક પરિણામ સામે આવશે.

Share Now