તબલીગી જમાતીઓની વધુ એક શરમજનક હરકત, ક્વોરેન્ટાઈન સેન્ટર બહાર પેશાબ ભરેલી બોટલો ફેંકી

310

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને દિલ્હીના નિઝામુદ્દીનમાં યોજાયેલા તબલીગી જમાતના કાર્યક્રમ બાદ દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

દિલ્હીમાં જ કોરોનાના કુલ 576 મામલા નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 51 નવા પોઝિટિવ મામલા આવ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, 576માંથી 333 મામલા તબલીગી જમાત સાથે સંકળાયેલા છે. દિલ્હીમાં કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 9 પર પહોંચી છે.

કોરોના મહામારી વચ્ચે તબલીગી જમાતના લોકો યોજેલા કાર્યક્રમ અને ત્યાર બાદ ફેલાયેલા કોરોના વાયરસના કારણે દેશભરમાં ભારે ટીકા થઈ રહી છે. આમ થવા પાછળનું એક કારણ કોરોના સંક્રમણ પ્રસારમાં તેમની ભૂમિકા અને બીજું કારણ ક્વોરન્ટાઇન સેન્ટર્સમાં તેઓ સતત અશોભનીય હરકતો કરી રહ્યા છે. તાજો મામલો દિલ્હીના દ્વારકાનો છે.

દિલ્હીના દ્વારકામાં ક્વોરન્ટીન સેન્ટરની બહાર જમાતીઓ દ્વારા પેશાબ ભરેલી બોટલો ફેંકવમાં આવી હતી. આ ઘટના મંગળવારે સાંજે બની હતી. જેનો એક વ્યક્તિએ વીડિયો બનાવી લીધો હતો. જાણકારી મુજબ આ સેન્ટર્સમાં માત્ર જમાત સાથે સંકળાયેલા લોકોને જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

આ અગાઉ પણ રાજધાની દિલ્હી સહિત ભારતમાં અનેક ઠેકાણે કોરોન્ટાઈનમાં રાખવામાં આવેલા જમાતીઓ ગંદી અને શરમજનક હરકતો કરી રહ્યાં છે. ક્યાંક જમાતીઓ નર્સો સામે જ પેંટ ઉતારી દે છે, તો ક્યાંક માંસ-મટન, ઈંડા અને બિરિયાનીની માંગણી કરી રહ્યાં છે. તો ક્યાંક 25-25 રોટલીઓ અને ગ્લાસ ભરીને ચા માંગીને મેડિકલકર્મીઓ અને ડોક્ટરો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યાં છે. ગઈ કાલે તો તબલીગીઓએ મળ જ દરવાજાઓ પર ફેંક્યું હતું. હવે તબલીગી જમાતીઓએ કોરોનાની સારવાર દરમિયાન પેશબ ભરેલી બોટલો ફેંકતા તબીબો પરેશાન થયા છે.

Share Now