છેલ્લા 24 કલાકમાં કોરોનાના 773 નવા કેસ, પૉઝિટીવ દર્દીઓની સંખ્યા થઈ 5194

557

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા 5000ને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના 773 નવા કેસ સામે આવ્યા છે અને 10 નવા મોત થયા છે. કુલ 5194 કેસોમાંથી 4312 એક્ટિવ કેસ છે જ્યારે આ વાયરસના સંક્રમણથી 401 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી આ વાયરસના સંક્રમણથી 149 લોકોના મોત થઈ ચૂક્યા છે.

દર્દીઓની સંખ્યા 1000ને પાર

દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓના કેસ સામે આવ્યા છે જ્યાં દર્દીઓની સંખ્યા 1000ને પાર થઈ ગઈ છે. મંગળવારે મહારાષ્ટ્રમાં 150 નવા કેસ સામે આવ્યા હતા જે બાદ રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 1018 થઈ ગઈ. મુંબઈમાં એકલામાં જ 600થી વધુ સંક્રમિત દર્દી સામે આવ્યા છે અને અહીં 40 લોકા કોરોના વાયરસના કારણે મોત થયા છે.

તબલીગી જમાત સાથે જોડાયેલા 600થી વધુ લોકો સંક્રમિત

વળી, દિલ્લીના નિઝામુદ્દીન મરકજમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં શામેલ લોકોના સંક્રમિત હોવાનો સિલસિલો ચાલુ છે. ઘણા રાજ્યોમાં મોટી સંખ્યામાં તબલીગી જમાત સાથે જોડાયેલ લોકો સંક્રમિત જોવા મળ્યા છે ત્યારબાદ આંકડા ઝડપથી વધી રહ્યા છે. તમિલનાડુમાં તબલીગી જમાત સાથે જોડાયેલા 600થી વધુ લોકો કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યા છે જ્યારે દિલ્લીમાં જમાત સાથે જોડાયેલા 300થી વધુ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે.

82 હજારથી વધુ લોકોના મોત

કોરોના વાયરસનો ખતરો આખી દુનિયામાં સતત વધી રહ્યો છે. દુનિયાભરમાં વાયરસના કારણે 82 હજારથી વધુ લોકોના મોત થઈ ગયા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા 14 લાખથી વધુ થઈ ચૂકી છે. ઈટલી, સ્પેન, અમેરિકા બાદ હવે ફ્રાંસમાં પણ કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા 3 લાખથી વધુ થઈ ગઈ છે.

Share Now