દુબઈઃ UAEમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 2300થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે, જ્યારે 12 લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે.દેશમાં સખ્તાઈથી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે અને સંક્રમિત વિસ્તારોમાં સ્ટરલાઇજેશન પ્રોગ્રામ (વિસંક્રમણ કાર્યક્રમ) લાગુ કરવામાં આવ્યો છે.એવામાં દુબઈ પોલીસની પાસે લૉકડાઉન સાથે જોડાયેલા કેટલાક એવા સવાલ આવી રહ્યા છે જેને સાંભળીને કોઈના પણ ચહેરા પર સ્મિત આવી જાય.
ગલ્ફ ન્યુઝ મુજબ,દુબઈ પોલીસે મંગળવારે જણાવ્યું કે,થોડા દિવસ પહેલા તેમને એક કૉલ આવ્યો જેમાં શખ્સે પોતાની બીજી પત્નીના ઘરે જવા માટે કર્ફ્યૂ પાસની માંગ કરી.અસલમાં દુબઈ પોલીસ ચીફ એક રેડિયો કાર્યક્રમમાં હજાર હતા જ્યાં તેઓ કોરોના વાયરસ અને લૉકડાઉન સંબંધિત સૂચનાઓ આપી રહ્યા હતા.આ કાર્યક્રમમાં કૉલર્સને સવાલ પૂછવાની સુવિધા હતી.આ દરમિયાન એક શખ્સે સવાલ કર્યો કે શું તેને તેની બીજી પત્નીને મળવા મોટ કર્ફ્યૂ પાસ મળી શકે છે?
સવાલ સાંભળીને દુબઈ પોલીસ ચીફ હસી પડ્યા તે શખ્સનો સવાલ સાંભળીને રેડિયો પર લાઇવ હાજર દુબઈ ટ્રાફિક પોલીસના ચીફ બ્રિગેડિયર સૈફ મુહૈર અલ માજરોડ પણ હસી પડ્યા.તેઓએ આગળ કહ્યું કે આ તો બીજી પત્નીને મળવાનું એક સારું બહાનું છે કે તમારી પાસે તેમને મળવા માટે પાસ નથી.ત્યારબાદ તેઓએ કહ્યું કે હાલ આવા મામલામાં પરમિટ નથી આપવામાં આવતી.થોડા સમય માટે તમે એક જ પત્ની સાથે રહો,આવી રીતે જ કામ ચલાવી લો.
રેડિયો કાર્યક્રમમાં સૈફ મુહૈરે જણાવ્યું કે,મને લૉકડાઉન બાદથી આ પ્રકારના અનેક કૉલ આવી ચૂક્યા છે.આ પરમિટ માત્ર તે લોકો મોટ છે જે જરૂરી કરાર કરવામાં આવેલી નોકરીઓ કે પછી મેડિકલ ઇમરજન્સીમાં બહાર જાય છે.જો અમે લોકોને મળવા કે સામાન ખરીદવા માટે પાસ આપવા લાગ્યા તો લૉકડાઉનનો કોઈ અર્થ જનથી.અમે સંક્રમણવાળા વિસ્તારોને ક્લીન કરી રહ્યા છીએ અને તે સ્થળો પર કોઈને પણ જવાની મંજૂરી નથી.