દેશમાં લોકડાઉનનો ત્રીજો સપ્તાહ શરૂ થયો છે. લોકડાઉન હોવા છતાં દેશમાં કોરોના વાયરસથી ચેપના કેસોમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 773 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્યોને નવી હોસ્પિટલો સ્થાપવા અને શંકાસ્પદ લોકોની નજર રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે.
એક દિવસમાં 773 નવા કેસ
6 એપ્રિલે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 700 ને વટાવી ગઈ હતી. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે બુધવારે માહિતી આપી હતી કે એક દિવસમાં 773 નવા કેસ નોંધાવા ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 32 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં હજુ પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 5194 પર પહોંચી છે જ્યારે મૃત્યુઆંક પણ વધીને 149 થઈ ગયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન 402 લોકો ઘરે ગયા છે.
2 કરોડ બાંધકામ મજૂરોને 3000 કરોડ આપ્યા
આ ઉપરાંત ગૃહ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કન્સ્ટ્રક્શન સાથે નોંધાયેલા 2 કરોડ બાંધકામ મજૂરો માટે 1 હજાર રૂપિયાથી 6,000 રૃપિયા સુધીની રોકડ આપવાની જાહેરાત કરાઈ હતી. અત્યાર સુધી 2 કરોડ બાંધકામ મજૂરોને 3000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
ભારત સૌથી મોટો ઉત્પાદક
હાઇડ્રોક્સિક્લોરોક્વિનના ભવિષ્યમાં કોઈ ઘટાડો નહીં આવે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની માંગમાં ભારે વધારો થયો છે. ભારત તેનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને અમેરિકાએ પણ આપણી પાસેથી આ દવાની માંગણી કરી છે. સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ખાતરી આપી કે અત્યારે તો શું, ભવિષ્યમાં પણ આ દવાની કોઈ અછત નહીં થાય. અત્યાર સુધીમાં સવા લાખથી વધુ પરીક્ષણો કર્યા. આઇસીએમઆરના આર ગંગાખેડકરે બુધવારે માહિતી આપી હતી કે કોરોના વાયરસ અંગે અત્યાર સુધી 1 લાખ 21 હજાર 271 પરીક્ષણો કરવામાં આવ્યા છે. હજુ નવા પરીક્ષણો માટે આગળની તૈયારી ચાલી રહી છે.