વૈશ્વિક મૃત્યુઆંક ૯૫ હજારને પાર : ૧૬ લાખ સંક્રમિત

314

અમેરિકામાં કોરોનાનો પ્રકોપ યથાવત : ૨૪ કલાકમાં ૧૭૮૩ના મોત, ૪ લાખથી વધુ કેસ : અત્યાર સુધીમાં ૧૬,૫૦૦ના મોત : ચીનમાં ૪૨ નવા કેસ નોંધાયા : ફ્રાંસમાં મૃત્યુઆંક ૧૨ હજારને પાર : દુનિયામાં ઇટાલીમાં સૌથી વધુ ૧૮,૨૭૯ના મોત

વોશિંગ્ટન તા. ૧૦ : કોરોના વાયરસે વિશ્વને હચમચાવી દીધું છે.વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૬ લાખથી વધુ કેસો મળ્યા છે.અમેરિકા ખૂબ જ ગંભીર રીતે પ્રભાવિત થયું છે.અમેરિકામાં ૪ લાખ ૬૮ હજારથી વધુ પોઝીટીવ કેસ મળ્યા છે અને મૃત્યુઆંક ૧૬,૬૯૧ને આંબી ગયો છે.કોરોનાને કારણે અમેરિકામાં અર્થવ્યવસ્થા પર ખૂબ જ ખરાબ અકિલા અસર પડી છે અને ત્યાં અંદાજે ૧ કરોડ ં૬૮ લોકો બેરોજગાર થયા છે.એવું માનવામાં આવી રહ્યું છે કે અંદાજે ૧૦માંથી ૧ વ્યકિત કોરોનાના કારણે બેરોજગાર થયા છે.રેસ્ટોરન્ટ અને દુકાનો બંધ થવાનો જરૂરી સામાનની ખોટ વર્તાય રહી છે તેને જોઇને સરકારે લોકોને ફૂડ બેંકના માધ્યમથી રાશન અને ખાવાનો સામાન વહેંચવાનું શરૂ કર્યું છે.બીજી બાજુ દક્ષિણ આફ્રીકાએ સંક્રમણ રોકવા માટે દેશભરમાં બે સપ્તાહ માટે લોકડાઉન વધવાનું એલાન કર્યું છે.અમેરિકાના ન્યૂયોર્કમાં મૃત્યુઆંક ૭૦૬૭ એ પહોંચી ગયો છે ત્યાં અત્યાર સુધીમાં ૧,૬૧,૫૦૪ પોઝીટીવ કેસ સામે આવ્યા છે.છેલ્લા ૨૪ કલાકમાં ૭૯૯ લોકોના મોત થયા છે.વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ ઇટાલીમાં થયા છે ત્યાં અત્યાર સુધીમાં ૧૮,૨૭૯ લોકોના મોત થયા છે ત્યાં ૧,૪૩,૬૨૬ પોઝીટીવ કેસ સામે આવ્યા છે તેમાંથી ૨૮,૪૭૦ લોકો સ્વસ્થ થયા છે.કોરોનાથી ઇટાલીમાં ૧૦૦ ડોકટરોના પણ મોત થયા છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ૩૦ નર્સ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ જીવ ગુમાવી દીધો છે.ઇટાલીના ઉચ્ચ સ્વાસ્થ્ય સંસ્થાન મુજબ દેશમાં ૧૩,૧૨૧ સ્વાસ્થ્ય કર્મી કોરોનાથી સંક્રમિત છે.ફ્રાંસમાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ૧૨ હજારથી વધુ થઇ ગઇ છે.છેલ્લા ૨૪ કલાકમાં ૪૨૪ના મોત થયા છે.છેલ્લા એક દિવસમાં જ ૪૩૩૪ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે તેની સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા ૧,૧૭,૭૪૯એ પહોંચી છે.ન્યુઝીલેન્ડમાં કોરોનાથી બીજુ મોત નોંધાયું છે તેની સાથે જ ૨૪ કલાકમાં ૪૪ નવા કેસો નોંધાયા છે.દેશમાં સંક્રમિત અને શંકાસ્પદ કેસોની સંખ્યા ૧૨૮૩ છે અને ૩૭૩ લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે.ગઇકાલે ત્યાં ૪,૫૨૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાંથી ૪૦ ટકા લોકો એવા હતા જે વિદેશયાત્રા પરથી પાછા ફર્યા હતા.ચીનમાં કોરોનાના ૪૨ નવા કેસ નોંધાયા છે.ચીનમાં ૩૩૩૬ના મોત થયા છે તેમજ ૮૧,૯૦૭ લોકો સંક્રમિત છે.

વિશ્વના કોરોનાની સ્થિતિ અમેરિકા કુલ કેસ : ૩,૩૬,૮૩૦ મૃત્યુઆંક : ૯,૬૧૮ સ્પેન કુલ કેસ : ૧,૩૧,૬૪૬ મૃત્યુઆંક : ૧૨,૬૪૧ ફ્રાંસ કુલ કેસ : ૯૨,૮૩૯ મૃત્યુઆંક : ૮,૦૭૮ ઇટાલી કુલ કેસ : ૧,૨૮,૯૪૮ મૃત્યુઆંક : ૧૫,૮૮૭ જર્મની કુલ કેસ : ૧,૦૦,૧૨૩ મૃત્યુઆંક : ૧,૫૮૪ ઇરાન કુલ કેસ : ૫૮,૨૨૬ મૃત્યુઆંક : ૩૬૦૩

Share Now