પાકિસ્તાનને બ્રામાંથી બનાવેલા માસ્ક મોકલનારા ચીનનો વધુ એક કાંડ : ફિનલેન્ડનો પણ દાવ કર્યો

648

સમગ્ર દેશને કોરોના સંકટમાં નાખનારૂ ચીન હવે એક અન્ય કારણોસર ચર્ચામાં છે.આ કારણ છે માસ્ક.થોડાં સમય પહેલાં જ ચીને પોતાના પાક્કા ભાઈબંધ એવા પાકિસ્તાનને બ્રામાંથી બનાવેલા માસ્ક પધરાવી દેતા વિશ્વભરમાં ચીનની થૂ થૂ થઈ હતી.આ સિવાય અન્ય દેશોએ પણ ચીન દ્રારા નકલી આઈટમો આપવાનો આરોપ લગાવતા ચીન બરાબરનું સકંજામાં આવી ગયું હતું પણ હવે માસ્ક મુદ્દે વધુ એક દેશે ચીનને ફરિયાદ કરી છે.

ફિનલેન્ડે કરી ફરિયાદ

ફિનલેન્ડે ચીન પાસેથી 20 લાખ સર્જિકલ માસ્ક અને 2.3 લાખ રેસ્પરેટર માસ્ક ખરીદ્યા હતા.રેસ્પરેટ માસ્ક એટલે જેમાં શ્વાસ લેવાના ખાંચા હોય છે. જે બાદ ફિનલેન્ડે ફરિયાદ કરતાં કહ્યું કે આ માસ્ક મેડિકલી ફિટ નથી બેસતા જોકે ફિનલેન્ડની સ્વાસ્થ્ય મંત્રી એનો-કૈસાએ કહ્યું કે,આવું કરી શકાય છે કે ચીન દ્રારા મોકલવામાં આવેલા માસ્કનો માત્ર ઘરમાં જ ઉપયોગ કરી શકાય.

5 લાખ માસ્કની જરૂર

આ પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે કોઈ દેશ ચીન દ્રારા મોકલવામાં આવેલા માસ્કની વિરૂદ્ધ બંડ પોકારીને ખુલ્લેઆમ બોલી રહ્યું છે.હાલના સમય પ્રમાણે ફિનલેન્ડને રોજ 5 લાખ સર્જિકલ માસ્કની જરૂર છે.સાથે જ 50 હજાર રેસ્પરેટર માસ્કની આવશ્યકતા છે.ફિનલેન્ડની ત્રણ મોટી કંપનીઓએ 2 લાખ પ્રતિદિન માસ્ક બનાવવાનું બીડુ ઉઠાવ્યું છે.

ફરી વખત ચેકિંગ કરો

વર્તમાન સમયે નેધરલેન્ડ,તુર્કી અને ઓસ્ટ્રેલિયાએ પણ ચીનને માસ્ક પરત કર્યા છે. જે પછી ચીનની સરકાર દ્રારા કહેવામાં આવ્યું છે કે પરત કરવામાં આવતા માસ્કને ફરી વખત ચેકિંગ નથી કરવામાં આવી રહ્યું.કેનેડાના શહેર ટોરેન્ટોએ પણ બુધવારે ચીન દ્રારા મોકલવામાં આવેલા માસ્ક પર સવાલ ઉઠાવ્યા હતા.તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે ચીન દ્રારા મોકલવામાં આવેલા માસ્કમાં 62 હજાર ખરાબ છે. તેની સિલાઈ નીકળી ચૂકેલી છે તુરંત જ ફાટવા લાગે છે.

Share Now