– કોંગ્રેસના સેવાભાવી ધારાસભ્ય સામે ફરિયાદ અને ભાજપના અલ્પેશ ઠાકોર સામે નહીં: પાટણ MLA – ડો.કિરીટ પટેલ
પાટણ,
પાટણ પંથકમાં કોરોના વાયરસની મહામારીને નાથવા શોશ્યલ ડિસ્ટર્બન્સ જળવાઈ તે માટે લોક ડાઉન તેમજ કલમ ૧૪૪ નું ચુસ્ત પાલન કરાવવા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ત્યારે ગતરોજ રાધનપુરનાં કોંગ્રેસ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનવાની ભાવનાથી ભોજન વ્યવસ્થામાં ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.આ સમયે સોશ્યલ ડિસ્ટર્બન્સ ન જળવાતા તેઓની સામે રાધનપુર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે તો અગાઉ ભાજપના અલ્પેશ ઠાકોરે પણ તેમના સમર્થકો સાથે જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ બનતી વખતે સોશ્યલ ડિસ્ટર્બન્સનો ભંગ કર્યો હોવા છતાં તેમની સામે કોઇ કાર્યવાહી ન કરી હોવાની બાબતને લઈ પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે ગુરુવારના રોજ મિડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
ડો કિરીટ પટેલે જણાવ્યું હતું કે ભારતના બંધારણ ની અંદર કાયદાની સમાનતા અને કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ છે ,આ જોગવાઈનો સરેઆમ ભંગ રાધનપુરના જાગૃત અને સેવાભાવી ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ માટે થયેલ છે રાધનપુર પોલીસ દ્વારા રાજકિય કિન્નાખોરી રાખી ને રઘુભાઈ સામે શોશ્યલ ડિસ્ટર્બન્સ મામલે ફરિયાદ નોંધી છે જ્યારે ભાજપના અલ્પેશ ઠાકોર દ્વારા કરાયેલા શોશ્યલ ડિસ્ટર્બન્સ મામલે કોઈ જ ફરિયાદ કરવામાં આવી નથી રઘુભાઈ સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવે અથવા તો અલ્પેશ ઠાકોર સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે અને જો આ મામલે યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો અમે બધા રઘુભાઈ સાથે કલેકટર કચેરી ખાતે અથવા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ભુખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી ફરિયાદ પાછી ખેંચવાની રજૂઆત કરવામાં આવી હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોરે જણાવ્યું હતું.
લૉકડાઉનના 16માં દિવસે સોશિયલ ડિસ્ટન્સીંગનો લોકોમાં અભાવ
પાટણ શહેર અને જિલ્લામાં પબ્લિકની અવરનેસના કારણે લોકડાઉન તેમજ કલમ ૧૪૪નું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું હોય તેવા દ્રશ્યો પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે લોક ડાઉનના આજે સોળમાં દિવસે પાટણ જિલ્લાના સાતલપુર ખાતેની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં લોક ડાઉન નિયમના લીરેલીરા ઉડાડતા દ્રશ્યો જોવા મળ્યા હતા.