બારડોલી,
કોરોના વાયરસના લીધે સોસીયલ ડિસ્ટન્સીગના જાળવતા તેમજ કામ વગર વાહનો લઈને રખડતા લોકોને પલસાણા અને કડોદરા પોલીસ દ્વારા તાલુકામાં 375 જેટલા વાહનો જપ્ત કર્યા હતા અને કલેકટરના જાહેરનામાના ભંગ ના ગુનામાં પણ 267 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે.આમ પલસાણા અને કડોદરા પોલીસે લાલ આંખ કરતા વાહન ચાલકો તેમજ રખડતા ભટકતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને તેઓ પોતાના ઘરે જ બેસતા કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે.
કોરોના વાયરસના લીધે 21 દિવસ નું વડાપ્રધાન દ્વારા જાહેર કરેલ લોકડાઉનમાં આવશ્યક ચીજવસ્તુ સિવાય કોઈએ પણ બહાર કામ વગર ના નીકળવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં વગર કારણે કેટલાક ઈસમો પોતાના વાહનો લઈને રખડવા નીકળી પડતા હોય છે.જેથી લોકડાઉનનું ચુસ્ત પણે પલસાણા તાલુકામાં અમલ થાય તે માટે કડોદરા જી.આઈ.ડી.સી ના પોલીસ ઇન્સ્પેક્ટર વળવી તથા પલસાણાના પો.સ.ઇ ગોહિલ દ્વારા ગામેગામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજદિન સુધી કુલ 267 કેસો જાહેરનામા ભંગના નોંધવામાં આવ્યા છે.તેમજ બંને પોલીસ સ્ટેશન થઈને 375 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે જેમાં પલસાણા પોલીસ દ્વારા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ 97 જેટલા કેસો કરી અટક કરવામાં આવી હતી. અને 200થી પણ વધુ મોટરસાયકલો અને વાહનો ઝડપી પાડ્યા હતા. કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટાફ દ્વારા પણ જાહેરનામા ના ભંગ ના 170 જેટલા કેસો કરી તેમને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા.તેમજ 175 જેટલા મોટર સાઇકલ અને વાહનો પોલીસે ઝડપી પાડયા હતા.સાથે સાથે ભૂખ્યા માણસો તેમજ રોડ ઉપર પગપાળા ચાલતા લોકો માટે પણ કડોદરા અને પલસાણા પોલીસે જમવાની વ્યવસ્થા તથા નાના બાળકોને બિસ્કિટ અને પાણી આપવામાં આવ્યું હતું.
બારડોલી ડિવિઝન માં નોધાયેલા ગુના
પલસાણામાં 188ના 25,કડોદરા માં 188 ના 16 અને ડ્રોનના 1,માંડવી માં 188 ન 25,બારડોલીમાં 188 ના 29 સોસીયલ ડિસ્ટન્સીગના 32 ,મહુવામાં માં 10 ગુના નોધવા માં આવ્યા