ગુજરાતમાં કોરોનાના નવા 54 પોઝિટિવ કેસ; કુલ 432

269

અમદાવાદ, તા. 11 એપ્રિલ 2020 શનિવાર

ગુજરાતમાં કોરોનાનો આતંક વધી રહ્યો છે. રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 54 નો વધારો થયો છે. જોકે, 1 દર્દી સાજા થઈને ઘરે પરત ફરી ગયા છે. તે સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 432 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 31, વડોદરામાં 18, આણંદમાં 3, સુરત 1 અને ભાવનગરમાં 1 નવા કેસ નોંધાયા છે.

અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે તો, 33 લોકો સાજા થયા છે. આજે આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં આરોગ્ય વિભાગ દ્વારા 1,593 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 1, 187 કેસ નેગેટિવ આવ્યા છે.

બધા કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી નોંધાયા

દેશમાં 18 દિવસથી લોકડાઉન હોવા છતાં કોરોના વાઈરસનો કહેર અટકી રહ્યો નથી. બે દિવસથી ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ કુદકે-ભૂસકે વધી રહ્યા છે. જેથી સમગ્ર દેશમાં ગુજરાત પોઝિટિવ કેસની સંખ્યા વધવામાં બીજા નંબર પર આવી ગયુ છે. જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ 129 કેસ નોંધાયા છે. જોકે, આ બધા જ કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી નોંધાયા છે.

અમદાવાદમાં 31 કેસનો વધારો

ગુજરાતમાં ગઈકાલે નવા 70 કેસો સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાનો કહેર અટકી રહ્યો નથી. સરકાર હાલમાં હોટસ્પોટમાં સેમ્પલ લઈ રહી હોવાથી કેસોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. જયંતિ રવિએ સ્પષ્ટ કર્યું છે કે, હજુ પણ રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં મસમોટો વધારો થશે. 540 જેટલા ટેસ્ટ આજે અમદાવાદમાં કર્યા છે. તમામ કેસો હોટસ્પોટ વિસ્તારના છે. અમદાવાદમાં કોરોના પોઝિટીવની સંખ્યા 228 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 432 થઈ ગઈ છે. જેમાં અ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ મૃત્યુ નહીં, રાજ્યમાં કુલ 432 કોરોનાની લપેટમાં

ગુજરાતમાં કોરોના વાયરસને ડામવા માટે શરૂ કરાયેલા ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ સ્ટ્રેટેજીના કારણે સતત ચોથા દિવસે હોટ સ્પોટ અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા વધવા પામી છે. શનિવારે સવારે તાજા રિપોર્ટ મુજબ વધુ 31 દર્દીઓના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે એ સાથે એક જ સપ્તાહમાં કુલ સંખ્યા 200 જેટલી વધી છે.  આ કેસોમાં ઉછાળા પાછળ નિઝામુદ્દીન જમાતના લોકો તથા એમના સીધા કે આડકતરા સંપર્કમાં આવનાર વ્યક્તિઓ ચેપગ્રસ્ત થવાથી વધ્યા છે.

સરકારે આ સ્થિતિ શહેરના અન્ય વિસ્તારોમાં પ્રસરતી રોકવા માટે તુરત જ કન્ટેન્ટમેન્ટ સ્ટ્રેટેજી અમલી બનાવી શહેરના વધુ પોઝિટિવ કેસ મળ્યા છે એવા  લઘુમતી અને કોટ વિસ્તારોને સીલ કરી ઘનિષ્ઠ અભિયાન શરૂ કર્યું છે એટલે આટલી મોટી સંખ્યામાં કેસ શોધી કાઢવામાં આવ્યા છે.

આ જ રીતે તબલિગી જમાતના કારણે વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં સ્ટ્રેટેજી અપનાવી પોઝિટિવ કેસ શોધવામાં આવ્યા છે.  વડોદરામાં ત્રીજા દિવસે વધુ 18 કેસ મળતા કુલ સંખ્યા 77 થઈ છે.  સુરતમાં એક કેસ સાથે કુલ સંખ્યા 28 પહોંચી છે. ભાવનગરમાં ગઈકાલે ત્રણ છુપાયેલા તબલિગીને શોધવામાં પોલીસને સફળતા મળી છે જેમાં એક પોઝિટિવ હોવાથી તત્કાળ એના સંપર્કમાં આવનાર લોકોને શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શનિવારે એક વધુ કેસ મળતા કુલ સંખ્યા 23 થઈ છે.

છોટા ઉદેપુર પછી આણંદમાં જમાત કનેક્શનની અસર શરૂ થઈ છે જીલ્લાના હડદુડ ગામમાંથી બે અને એક ખંભાતમાંથી પોઝિટિવ કેસ મળતા હડકંપ મચી છે. આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યું કે, આજે રાજ્યમાં વધુ 54 કેસ થતા કુલ કેસ 432 થયા. 54 કેસમાંથી અમદાવાદમાં 31, વડોદરા 18, આણંદ ત્રણ અને સુરત – ભાવનગર એક-એક કેસ નોંધાયા છે. 24 કલાકમાં કુલ ટેસ્ટ 1593 કરાયા એમાંથી નેગેટિવ 1187, 124 પોઝિટિવ, 282 ટેસ્ટ પેન્ડિંગ છે.

 

Share Now