14 એપ્રિલ પછી પણ મહારાષ્ટ્રમાં લૉકડાઉન કાયમ રહેશે: મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે

293

કોરોના વાયરસ (COVID-19)એ ખરેખર કહેર ફેલાવ્યો છે. મહારાષ્ટ્રની પરિસ્થિતિ પણ ચિંતાજનક છે. લૉકડાઉનને લીધે અનેક અફવાઓ ફેલાઈ રહી હતી અને નાગરિકો પૅનિક થઈ રહ્યાં હતા એટલે મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ આજે રાજ્યનું સંબોધન કર્યું હતું. મુખ્ય પ્રધાને રાજ્યમાં 30 એપ્રિલ સુધી લૉકડાઉન કાયમ રહેશે તેવી ઘોષણા કરી છે.

ઉધ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આ લૉકડાઉન આગળ ક્યાં સુધી ચાલુ રહેશે તે તમારા-મારા આપણા સહુના હાથમાં છે. વાયરસની જે ચેન છે તેને તોડવાની જરૂર છે. વાયરસ જાત, ધર્મ કે રાજકારણ જોતું નથી. તેમાંથી બચવા માટે આપણે જ સૈનિક છીએ. તમે ખબરદાર રહો, હું જવાબદારી લઉં છું એટલે આપણે આ યુધ્ધ જીતી શકશું.

રાજ્યમાં કોરોનાનું પ્રમાણ વધતું જ જાય છે અને તેમા પણ મુંબઈમાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ છે. મુંબઈમાં આંકડો 1,000ને વટાવી ગયો છે. પણ તેમાંથી 65 થી 70 ટકા કોરોના પોઝેટિવ દર્દીઓમાં કોરોનાના લક્ષણો તીવ્ર નથી. ઘણા લોકો સારવાર પછી સાજા થાય છે અને ઘણા બધા લોકોના ટેસ્ટ પણ નેગેટીવ આવે છે. મુંબઈમાં આજ સવાર સુધી 19,000 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 1,000 લોકોના ટેસ્ટ પોઝેટીવ આવ્યા છે, તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

મુંબઈમાં દુનિયાભરમાંથી લોકો આવે છે. હાલ ભલે વિમાનસેવા બંધ છે પણ પહેલા જે લોકો બહારગામથી આવ્યા છે તેમને ધ્યાનમાં રાખતા આવનાર આઠ દિવસોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. પણ ચિંતા કરવાનું કારણ નથી. મુંબઈમાં જે વિસ્તારમાં કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે તે વિસ્તારો સીલ કરી દેવામાં આવ્યો છે. જે વિભાગ સીલ કરવામાં આવ્યો છે તે સંપુર્ણ વસ્તી ક્વોરન્ટાઈન છે એમ જ સમજવાનું. સીળ કરેલા ભાગોમાં અઢે યુધ્ધના ધોરણે તપાસ કરી રહ્યાં છીએ. જ્યાં જરૂર છે ત્યાં વર્ગીકરણ પણ કરવામાં આવશે. લોકો તપાસ કરાવવા આવે એના કરતા અમે જ તપાસ કરવા પહોચી જઈએ છીએ, તેમ પણ મુખ્યપ્રધાને કહ્યું હતું.

મુખ્યપ્રધાને અંતમાં કહ્યું હતું કે, આપણે બધા સાથે મળીને લડીશું તો આ મહામારીમાંથી બહાર આવી જઈશું.

Share Now