એજન્સી, દિલ્હી
ભારતના પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજનને ઇન્ટરનેશનલ મોનીટરીંગ ફંડના એક મહત્વના ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા છે. આઇએમએફના એમડી ક્રીસ્ટલીના જાવિર્વાએ રાજન અને 11 લોકોને પોતાના એક્સ્ટર્નલ એડવાઇઝરી ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા છે. આ લોકોનું કામ દુનિયાભરમાં ડેવલપમેન્ટ અને પોલિસીના મુદ્દાઓ ઉપર નજર રાખવાનું છે. આ સિવાય આ ગ્રુપ કોરોના વાયરસથી ફેલાયેલી મહામારી પર આપવામાં આવેલી પ્રતિક્રિયાઓ પર વિચારો મુકશે.
જાવિર્વાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના ફેલાવાથી સ્વાસ્થ્ય, આર્થિક અને નાણાકીય સેવાઓમાં સમસ્યા સર્જાય તે પહેલા IMF જલ્દીથી બદલાતી દુનિયા અને તેની જટિલ પોલીસના મુદ્દાઓ સામે ઝઝૂમી રહ્યું હતું.
રઘુરામ રાજન સિવાય આ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન કેવિન રૂડ, મૈસાચુસેટસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર ક્રિસ્ટિન ફોર્બ્સ જેવા લોકો સામેલ છે.
૫૭ વર્ષીય રઘુરામ રાજન ત્રણ વર્ષ સુધી આરબીઆઈના ગવર્નર રહ્યા હતા. સપ્ટેમ્બર 2016માં તેમણે આરબીઆઈ માંથી અલવિદા કહી દીધું હતું. રાજન હાલ રાજન યુનિવર્સિટી ઓફ શિકાગોમાં પ્રોફેસર તરીકે પોતાની માનદ સેવા આપી રહ્યા છે.