કોરોના: દુનિયાની ઉમ્મીદોને ઝાટકો, ચીફ સાયન્ટિસ્ટે કહ્યું- કદાચ, ક્યારેય નહીં મળે વેક્સિન!

300

જેન હોલ્ટન કોરોનાની વેક્સિન શોધવા માટે કામ કરી રહેલી આંતરરાષ્ટ્રિય ટીમનું નેતૃત્વ કરી રહી છે. આ ટીમને બિલ ગેટ્સ તરફથી ફંડ મળ્યું છે. જેન ઑસ્ટ્રેલિયાની સૌથી અનુભવી મહામારી એક્સપર્ટ તરીકે પણ જાણીતી છે. તે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં એઝ્યુક્યૂટિવ બૉર્ડમાં પણ રહી ચુકી છે અને વર્લ્ડ હેલ્થ અસેમ્બલીની પ્રેસિડન્ટનાં પદ પર પણ કામ કરી ચુકી છે. તેમણે કહ્યું કે, વિજ્ઞાનમાં કંઇ પણ નિશ્ચિત નથી. એચઆઈવીથી દર વર્ષે લગભગ 8 લાખ લોકો મર્યા છે અને અત્યાર સુધી તેની કોઈ વેક્સિન શોધાઈ નથી. આ વાતનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે કદાચ કોરોનાની રસી પણ ના મળે.

કોરોનાને હરાવવા ફક્ત વેક્સિનની આશાએ ના બેસી રહો

જેન હાલ્ટને આ ચેતવણી એ માટે આપી છે કે કોરોનાની વિરુદ્ધ તમામ દેશ ફક્ત વેક્સિનની આશાએ ના બેઠા રહે, પરંતુ કોરોનાને હરાવવા માટે પ્લાન બી પર પણ કામ કરે. દુનિયાભરમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. 17 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. એક લાખથી વધારે લોકોનાં જીવ ગયા છે. જો કે અનેક દેશોમાં કોરોના વેક્સિનની શોધ માટે ટ્રાયલ ચલાવવામાં આવી રહ્યા છે.

બની શકે કે અમે કોરોનાની રસી ના શોધી શકીએ

ધ ઑસ્ટ્રેલિયન સમાચાર પત્ર સાથે વાતચીતમાં સાયન્ટિસ્ટ જેન હાલ્ટન કહે છે કે સ્વાસ્થ્ય અધિકારીઓએ પ્લાન બી પર ઝડપથી કામ કરવાની જરૂર છે, કેમકે બની શકે કે અમે કોરોનાની રસી ના શોધી શકીએ. જો કે દુનિયાનાં અનેક હેલ્થ એક્સપર્ટ આશા કરી રહ્યા છે કે 2021 સુધી કોરોના વેક્સિન તૈયાર કરવામાં દુનિયાને સફળતા મળી શકે છે, પરંતુ જેન હાલ્ટન કહે છે કે આટલા ઓછા સમયમાં કોરોનાની રસી તૈયાર કરવી અવિશ્વસનીય છે.

અમેરિકા અને ચીનમાં કોરોના વેક્સિનનો ટ્રાયલ શરુ છે

તેમણે કહ્યું કે, અવાસ્તવિક આશાઓ આપવામાં આવી રહી છે. તેમણે એ પણ કહ્યું કે COVDI-19 સિવાય અન્ય કોરોના વાયરસની વેક્સિન હજુ સુધી બની નથી. તો એચઆઈવીથી 2008માં દુનિયામાં 7.7 લાખ લોકોનાં મોત થઈ ગયા. છેલ્લા 40 વર્ષમાં 3 કરોડ 20 લાખ લોકો એચઆઈવીથી જીવ ગુમાવી ચુક્યા છે, પરંતુ વૈજ્ઞાનિકોને આજ સુધી એચઆઈવીની વેક્સિન મળી નથી. અમેરિકા, ચીન સહિત અનેક દેશોમાં કોરોના વેક્સિનનો ટ્રાયલ માણસોમાં શરુ થઈ રહ્યો છે, પરંતુ જેન હાલ્ટનની ચેતવણી આશાઓને ઓછી કરશે. જો કે તેમનું કહેવું છે કે તે સતર્ક કરવા ઇચ્છે છે કે લોકો વૈકલ્પિક પ્લાન પર કામ શરુ કરે.

Share Now